ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

Jio MAMI ફેસ્ટિવલમાં ભાગ લેવા પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ પર થઈ સ્પોટ

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ 2023 માટે ભારત આવી પહોંચી છે. અભિનેત્રી મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એક્ટ્રેસ એરપોર્ટ પર સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. એક દિવસ અગાઉ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ભારત પરત આવવાની માહિતી આપી હતી. જ્યારથી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં પગ મૂક્યો છે ત્યારથી તે ભાગ્યે જ ભારત આવે છે. એવામાં ફેન્સ પ્રિયંકાની ભારત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ઘણા સમય પછી પ્રિયંકા આવી મુંબઈ

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે મુંબઈ આવી રહી છે. ભારત આવતા સમયે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તેની ફ્લાઇટ ટિકિટ અને પાસપોર્ટની ઝલક શેર કરી હતી અને માહિતી આપી હતી કે તે Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારત પરત ફરી રહી છે. આ સાથે અભિનેત્રીએ લખ્યું હતું કે, એક મિનિટ થઈ ગઈ છે મુંબઈ, હવે વધારે રાહ જોઈ શકતી નથી.  એરપોર્ટ પર એક્ટ્રેસ હાથ જોડીને મીડિયાનું અભિવાદન કર્યું અને ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા.

Jio MAMI ફેસ્ટિવલની આજથી શરૂઆત

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરા Jio MAMI ફેસ્ટિવલ 2023માં ભાગ લેવા માટે ભારત આવી છે. પ્રિયંકા ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની હોસ્ટ કરતી જોવા મળશે. Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ 2023 આ વર્ષે 27 ઑક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે. જેમાં વિવિધ ફિલ્મો દર્શાવવામાં આવશે. ફિલ્મ ફેસ્ટિવલના ચેરપર્સન પ્રિયંકા ચોપરા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણી ઈવેન્ટની ઓપનિંગ નાઈટ હોસ્ટ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબીર ખાન, વિશાલ ભારદ્વાજ, ઝોયા અખ્તર, વિક્રમાદિત્ય મોટવાની, ફરહાન અખ્તર, રિતેશ દેશમુખ અને રાણા દિગ્ગુબાતી આ ફેસ્ટિવલના બોર્ડ મેમ્બર છે.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ ભારતીય લૂકમાં જીત્યા બધાના દિલ

Back to top button