ટ્રેન્ડિંગમનોરંજન

જયપુર પહોંચી પ્રિયંકા ચોપરા, લાંબા સમય પછી ભારતીય ફિલ્મમાં જોવા મળશે; જુઓ તસવીરો

જયપુર, 30 માર્ચ 2025 :   આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ SSMB 29 ની તૈયારીમાં વ્યસ્ત છે. બાહુબલી ડિરેક્ટર એસએસ રાજામૌલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ માટે પ્રિયંકા ચોપરા જયપુર પહોંચી ગઈ છે. અહીં પહોંચ્યા બાદ પ્રિયંકાએ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં જયપુરની આલીશાન હોટેલો અને સુંદર મોર નજરે પડે છે. પ્રિયંકા રવિવારે પણ એરપોર્ટ પર જોવા મળી હતી. પ્રિયંકાએ પોતાની હોટલની તસવીરો શેર કરતા લખ્યું, ‘ખૂબ જ સુંદર.’ તેણે તેના રૂમમાં એક પેઇન્ટિંગનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં મજાકમાં લખ્યું હતું કે, “મારા પથારીમાંથી દૃશ્ય, ખૂબ સુંદર.” પ્રિયંકા છેલ્લે ઓડિશામાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

જ્યાં તે એસએસ રાજામૌલી અને મહેશ બાબુ સાથે SSMB 29નું શૂટિંગ કરી રહી હતી. કલાકારો સ્થાનિક લોકો સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા. SSMB 29 આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા વી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. આ તેલુગુ એક્શન-એડવેન્ચરમાં પ્રિયંકા અને મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકાઓ સહિતની સ્ટાર કલાકારો છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

 

પ્રિયંકા લાંબા સમય બાદ ભારતીય ફિલ્મમાં જોવા મળશે
પ્રિયંકા ચોપરાએ છેલ્લા 25 વર્ષથી સિનેમાની દુનિયા પર દબદબો જમાવ્યો છે. પ્રિયંકાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ પછી પ્રિયંકાએ ફિલ્મોમાં પણ એન્ટ્રી લીધી હતી. વર્ષ 2002માં પ્રિયંકાને સાઉથની ફિલ્મ ‘થમીજહાં’માં કામ કરવાની તક મળી. આ પછી 2003માં પ્રિયંકાએ સની દેઓલ સાથે ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, પ્રિયંકાને ફિલ્મી દુનિયામાં ફેમસ કરનારી ફિલ્મ ‘અંદાઝ’ હતી. પ્રિયંકાએ અત્યાર સુધી 79 થી વધુ ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. છેલ્લા 4 વર્ષ પહેલા પ્રિયંકા બોલિવૂડ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી. ત્યારથી પ્રિયંકા હોલીવુડની ફિલ્મોમાં જ કામ કરતી જોવા મળી છે. હવે પ્રિયંકા ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના શૂટિંગ માટે પ્રિયંકા ચોપરા જયપુર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : સલમાન ખાનનો જબરો ફેન: સિકંદરની લાખો રૂપિયાની ટિકિટો ખરીદી મફતમાં વહેંચી

Back to top button