પ્રિયંકા ચોપરાને 22 વર્ષમાં પહેલીવાર મળી લીડ એક્ટર જેટલી જ ફી!
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પ્રોજેક્ટ Citadelને લઇને સતત ચર્ચાઓમાં છે. રુસો બ્રધર્સના નિર્દેશનમાં બનેલી આ સીરીઝ માટે પ્રિયંકા ચોપરાને તેના મેલ કો-સ્ટાર જેટલી જ ફી મળી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કદાચ હું આ બોલીને મુશ્કેલીમાં પણ મુકાઇ જાઉં, જોકે એ વાત પર નિર્ભર કરે છે કે મારી કહેલી વાત કોણ સાંભળી રહ્યું છે.
પહેલી વાર મળી બરાબર ફી
પ્રિયંકા ચોપરાએ કહ્યું કે હું છેલ્લા 22 વર્ષથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. મેં અત્યાર સુધીની મારી કરિયરમાં 70થી વધુ ફિલ્મો અને 2 ટીવી શોઝ કર્યા છે, પરંતુ જ્યારે મેં Citadel કરી ત્યારે મારી કરિયરમાં પહેલીવાર મને એક સમાન ફી આપવામાં આવી.
પ્રિયંકાને હંમેશા હતો આ વાતનો અફસોસ
પ્રિયંકાએ પોતાના મનની વાત જણાવતા કહ્યુ કે હું પણ બરાબરની કમાણી થાય તે માટે કામ અને મહેનત કરતી હતી, પરંતુ મને હંમેશા ઓછી ફી આપવામાં આવતી હતી, પરંતુ એમેઝોન સ્ટુડિયોએ મને કહ્યું કે હું તે ડિઝર્વ કરુ છુ. તમે બંને કો-લીડ્સ છો. જો તમને ઓછી ફી ચુકવીશું તો તે ખોટું થઇ જશે. ત્યારે મારું રિએક્શન હતુ તમે યોગ્ય કરી રહ્યાં છો.
હોલિવુડ છે પ્રિયંકાનું મુખ્ય ફોકસ
લગ્ન બાદ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે મોટાભાગે બહાર જ રહે છે. તેનુ મુખ્ય ફોકસ હોલિવુડ પ્રોજેક્ટ્સ પર જ રહે છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા પોતાના બોલિવુડના ફેન્સનો પણ ખ્યાલ રાખે છે અને વચ્ચે વચ્ચે ભારતીય ફિલ્મોમાં દેખાઇ જાય છે. પ્રિયંકા ચોપરા આજે એક ફિલ્મ માટે 14 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આ પણ વાંચોઃ સુનીલ શેટ્ટીની “Hunter” વેબસિરીઝનું ટીઝર રિલીઝ, જાણો વેબસિરીઝ ક્યારે જોઈ શકશો