મધ્યપ્રદેશમાં પ્રિયંકાએ ભાજપ પર કર્યા પ્રહાર, અનુરાગે રાહુલ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશના જબલપુરની મુલાકાતે છે. પ્રિયંકાએ જનસભાને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ. ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, ભાજપ વાયદા કરે છે પરંતુ પૂરા કરતું નથી. ભાજપ માત્ર ડબલ એન્જિન અને ત્રિપલ એન્જિનની વાતો કરે છે. આવી રીતે ભાજપ કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કરતી હતી, પરંતુ જનતાએ તેમને બતાવી દીધુ કે ડબલ અને ત્રિપલ એન્જિનની વાતો કરવાનું હવે બંધ કરો.
Madhya Pradesh | They (BJP) come here and make announcements, but do not fulfil them. They talk about double engine and triple engine. They used to say the same in Himachal Pradesh and Karnataka but public has shown them that they should stop talking about the double engine and… pic.twitter.com/cQKZmS6GnJ
— ANI (@ANI) June 12, 2023
પ્રિયંકાની મધ્યપ્રદેશ મુલાકાતને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ 2018માં મધ્યપ્રદેશમાં જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી. અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં પોતાનું મોઢુ બતાવવા લાયક રહ્યા નથી, જેથી તેમણે હવે તેમની બહેનને મોકલી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે કહ્યું- “મમતા બેનર્જીના લોકો બંગાળને બાળી રહ્યા છે. બંગાળની પંચાયત ચૂંટણીમાં હિંસા થઈ રહી છે અને આ સ્થળની ઓળખ હિંસા અને ભ્રષ્ટાચારની બની ગઈ છે. બિહારના મમતા બેનર્જી અને લાલુ યાદવના શાસનમાં પૈસા પર નોકરી મળે છે.તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુમાં સેનાનો એક જવાન તેની પત્નીની સુરક્ષા માટે આજીજી કરી રહ્યો છે.
#WATCH | Kangra, Himachal Pradesh | Mamata Didi's Bengal is burning. Violence and corruption are the new normal in Bengal. Violence has increased ahead of the upcoming Panchayat Elections. Bengal is known for 'cash for job': Union Minister Anurag Thakur pic.twitter.com/1JqdAhLNuL
— ANI (@ANI) June 12, 2023
અનુરાગ ઠાકુરે કોંગ્રેસને આ સવાલો કર્યા
PM નરેન્દ્ર મોદીના વખાણ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. પીએમએ સફળ સરકાર આપી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું- “હિમાચલ પ્રદેશમાં આજથી 6 મહિના પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે તે ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલો, દૂધ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદશે, 300 યુનિટ વીજળી મફત આપશે. અને રૂ. 1500 બહેનોના ખાતામાં જશે.” મારી બહેનોના ખાતામાં 1500 રૂપિયા આવ્યા? શું તમે 2 રૂપિયામાં ગાયનું છાણ ખરીદ્યું છે? શું તમે 100 રૂપિયા પ્રતિ કિલો દૂધ ખરીદ્યું છે? શું તમારું વીજળીનું બિલ માફ કરવામાં આવ્યું છે? જ્યારે કોંગ્રેસ આવે ત્યારે ગોબર બચાવીને રાખો, બાકી તમને ખબર છે કે શું કરવાનું છે?”