ભાજપના ગઢમાં કૉંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’, રાહુલને મળ્યો બહેન-જીજાજીનો સાથ
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ દક્ષિણ અને પશ્ચિમના છ રાજ્યોમાંથી પસાર થઈને ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં પ્રવેશી છે. 3,570 કિલોમીટરની પદયાત્રા આજે રાજ્યમાં બોર્ગોન ગામથી શરૂ થઈ હતી, જ્યાં રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે જોડાયા હતા. પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાયા છે.
हम चलेंगे, तो रोके न रुकेंगे।
भारत की बात करेंगे,
भारत के लिए बढ़ेंगे।#BharatJodoYatra@RahulGandhi @PriyankaGandhi pic.twitter.com/b8sBtbwWh7— Bharat Jodo (@bharatjodo) November 24, 2022
પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાડ્રા સાથે ભારત જોડો યાત્રા પર પહોંચી છે. બહેન પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા મધ્યપ્રદેશના ખંડવામાં રાહુલ ગાંધી સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેનો પુત્ર રેહાન પણ પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા તેમજ સચિન પાયલટની પાછળ જોવા મળ્યો હતો.
Congress general secretary Priyanka Gandhi Vadra and her husband Robert Vadra joined Bharat Jodo Yatra today for the first time since the Yatra started. Their son Raihan Vadra has also joined the Yatra.
(Pics: AICC) pic.twitter.com/oDGqTwsvqO
— ANI (@ANI) November 24, 2022
બોરગાંવથી યાત્રા શરૂ થઈ છે. લગભગ 10 વાગ્યાની આસપાસ દુલ્હર ફાટા પાસે થોડો સમય યાત્રા રોકી દેવામાં આવી. આ પછી યાત્રા શરૂ થઈને બરોડા આહીર પહોંચશે. અહીં બપોરે રાહુલ ગાંધી તાંત્યા ભીલને શ્રદ્ધાંજલિ આપશે. બપોરે 2.35 કલાકે આદિવાસી સભાનું આયોજન કરવામાં આવશે. આ પછી, યાત્રા લગભગ 3 વાગ્યે પંથાણા – ગુરુદ્વારા સાહિબ પહોંચશે. અને સાંજે 7-8ના સુમારે યાત્રા રોશિયા (ખેરડા) ખાતે વિશ્રામ કરશે.
5 ડિસેમ્બરે, યાત્રા રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા છ જિલ્લા બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને અગર-માલવાના 25-30 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને મધ્ય પ્રદેશમાં 399 કિલોમીટરનું અંતર કાપશે. મધ્યપ્રદેશની પાંચ લોકસભા સીટો ભારત જોડો યાત્રાના માર્ગમાં આવે છે. ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને દેવાસ. આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.
કોંગ્રેસની નજર 16 બેઠકો પર
કોંગ્રેસનું ફોકસ રૂટની તે 16 વિધાનસભા સીટો પર છે, જેના પર હાલમાં ભાજપનો કબજો છે. પાર્ટી 2023ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 16 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોંગ્રેસે રાજ્યમાં 2018 ની વિધાનસભા ચૂંટણી જીતી હતી, પરંતુ કમલનાથની આગેવાની હેઠળની તેની સરકાર બે વર્ષ પછી પડી ગઈ હતી કારણકે જ્યોતિરાદિત્ય સિંધિયા 20થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજ્યમાં ભાજપની સરકાર બની.
રાહુલ ગાંધીના મોદી સરકાર પર વાર
બુરહાનપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક જાહેર રેલીમાં બોલતા રાહુલ ગાંધીએ મોંઘવારી, અગ્નિવીર યોજનામાં કથિત ખામીઓ અને સરકારી સંસ્થાઓના ખાનગીકરણ તરફ ઈશારો કરીને નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે સંબોધનમાં કહ્યું, “નોટબંધી અને GSTએ કોઈ નીતિ નથી, તે એક હથિયાર છે. આ એવા હથિયારો છે જેનો ઉપયોગ નાના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને MSMEને મારવા માટે કરવામાં આવ્યો હતો. તેણે વેપારીઓની કમર તોડી નાખી છે.”
‘ચાર વર્ષ પછી અગ્નવીર બેરોજગાર થઈ જશે’
નવી આર્મી ભરતી યોજના પર રાહુલે કહ્યું, “સરકાર અને ભારતીય સેના વચ્ચે પવિત્ર સંબંધ હતો, પરંતુ હવે મોદીની અગ્નિવીર યોજનાએ આ સંબંધ તોડી નાખ્યો છે. ચાર વર્ષની સેવા બાદ તેઓ બેરોજગાર થઈ જશે.” રાહુલ ગાંધી ખંડવા જિલ્લાના પંધાના શહેરમાં આદિવાસી પ્રતિષ્ઠિત તાંત્યા મામાના જન્મસ્થળ બરોડા આહીરની મુલાકાત લે તેવી અપેક્ષા છે.