ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

વાયરલ મુદ્દો: રિન્કૂ સિંહ સાથે સગાઈની જેની સાથે ચર્ચા થઈ તે કોણ છે સમાજવાદી પાર્ટીની યુવા સાંસદ પ્રિયા

અલીગઢ, 18 જાન્યુઆરી 2025: સોશિયલ મીડિયા પર ગમે ત્યારે ગમે તે વાયરલ થઈ જાય છે. તાજેતરમાં ક્રિકેટર રિન્કૂ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈની વાત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકોએ આ વાતને હવા આપી છે કે, બંનેએ સગાઈ કરી લીધી છે. પણ પ્રિયાના પિતાએ આ વાતને ફગાવી દીધી છે. ત્યાર બાદ પ્રિયા સરોજ ટ્રેન્ડમાં આવી ગઈ છે. જો આપ પણ તેના વિશે જાણવા માગો છો તો અમે આપને જણાવી દઈએ કે, પ્રિયા સરોજ કોણ છે અને સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિન્કૂ સિંહ અને પ્રિયા સિંહની સગાઈના સમાચાર તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો અલગ અલગ પ્રકારના દાવા કરી રહ્યા છે. પણ પ્રિયા સરોજના પિતાએ આખરે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા આ સમાચારને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, હા વાત ચાલી રહી છે, પણ હજુ સગાઈ થઈ નથી. રિન્કૂ સિંહ તો ક્રિકેટ મેદાન પર ચોગ્ગા-છગ્ગા લગાવાથી હંમેશા છવાયેલો રહે છે. પણ આ વખતે તેને સોશિયલ મીડિયા પ્રિયા સરોજના કારણે વધારે સર્ચ કરી રહ્યા છે.

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેના પિતા તૂફાની સરોજ મછલીશહેર લોકસભા સીટથી ત્રણ વાર સાંસદ રહી ચુક્યા છે. તેમણે 1999, 2004 અને 2009માં લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે. પ્રિયા સરોજ પણ પિતાના પગલે ચાલતા રાજકારણમાં આવી અને 2024ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડતા ફક્ત 25 વર્ષની ઉંમરમાં સાંસદ બની ગઈ. તેણે ભાજપના ઉમેદવાર ભોલાનાથને 35850 વોટથી હરાવ્યા હતા. આટલી નાની ઉંમરમાં સાંસદ બનનારી બીજી સૌથી નાની ઉંમરની સાંસદ છે.

પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1198માં વારાણસીના પિંડરા તાલુકાના કરખિયાંવ ગામમાં થયો હતો. ફક્ત 25 વર્ષ અને 7 મહિનાની સાંસદ બનેલી પ્રિયાએ પોતાનો સ્કૂલનો અભ્યાસ દિલ્હીથી કર્યો છે. તેણે રાષ્ટ્રીય રાજધાનીની એર ફોર્સ ગોલ્ડેન જ્યુબિલી ઈંસ્ટીટ્યૂટથી સિનિયર સેકેન્ડરી શિક્ષણ પુરુ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી લીધી છે. પ્રિયા પોતાનું કરિયર કાયદાના ક્ષેત્રમાં બનાવવા માગતી હતી. એટલા માટે તેણે નોઈડાની અમેટી યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો. પણ રાજકારણમાં રચ્યો પચ્યો રહેતો પરિવાર તેને રાજકારણમાં ઉતારી અને ઈતિહાસ રચતા સાંસદની ચૂંટણી જીતી લીધી.

જો પ્રિયા સરોજની સંપત્તિની વાત કરીએ તો, તેણે લોકસભા ચૂંટણી દરમ્યાન પોતાના એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો. તે અનુસાર તેની પાસે ન તો ઘર છે ન કોઈ ગાડી છે. તેની પાસે જ્વેલરીના નામ પર ફક્ત 5 ગ્રામ સોનું છે. જેની કિંમત લગભગ 2024 અનુસાર, 32 હજાર રુપિયા આંકવામાં આવી હતી. પ્રિયા સરોજે પોતાના એફિડેવિટમાં તેની કૂલ સંપત્તિ 11,25,719 રુપિયા બતાવી હતી. જેમાં 10,18,000 રુપિયાથી યૂનિયન બેન્કમાં જમા છે. આ ઉપરાંત તેની પાસે કૂલ 75,000 રોકડા છે.

ઉત્તર પ્રદેશના રહેવાસી 27 વર્ષિય રિન્કૂ સિંહે અત્યાર સુધીમાં ભારત માટે 30 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. પાંચ ભાઈ બહેનોના પરિવારમાં રિન્કૂના પિતા ખાનચંદર સિંહ, એલપીજી સિલિન્ડર વેચવાનું કામ કરતા હતા. પણ રિન્દૂના શાનદાર કરિયરે પરિવારમાં પ્રકાશ ફેલાવી દીધો અને રિન્કૂ સિંહ લગભગ 8 કરોડની સંપત્તિનો માલિક થઈ ગયો છે. 2023માં રિન્કૂ ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે કેકેઆર તરફથી યાદગાર રીતે ગુજરાત ટાઈટન્સના બોલર યશ દયાલ વિરુદ્ધ સતત પાંચ છગ્ગા મારીને ટીમને એક યાદગાર જીત અપાવી હતી.

આ પણ વાંચો: EDની મોટી કાર્યવાહી: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે જોડાયેલ કેસમાં 300 કરોડની સંપત્તિ જપ્ત

Back to top button