ટ્રેન્ડિંગમનોરંજન

રાજકુમાર રાવનો પત્ની પત્રલેખા સાથેના રોમાન્સનો પ્રાઇવેટ વીડિયો વાઇરલ!

Text To Speech
  • રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાના વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને એકબીજા સાથે પ્રાઇવેટ સમય વીતાવી રહ્યા છે. ત્યાં હાજર લોકોથી તેમને કોઇ ફર્ક પડતો નથી. 

બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ ઇન્ડસ્ટ્રીમાં એ અભિનેતાઓમાં સામેલ છે, જે બજેટ કરતા વધુ ભાર કહાની પર આપે છે. અત્યાર સુધીની કરિયરમાં રાજકુમારે અનેક ડિફરન્ટ અને દિલચસ્પ રોલને પરદા પર જીવંત કર્યા છે. રાજકુમાર પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. તે પોતાની અભિનેત્રી પત્ની પત્રલેખા સાથે પોતાની તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયા પર ઓછા શેર કરે છે. આમ છતા પણ ફેન્સને હંમેશા આ ક્યૂટ કપલની તસવીર અને વીડિયોની રાહ હોય છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ ગમે છે. હાલમાં કપલનો રોમેન્ટિક વીડિયો સોશિલલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે રોમાન્સ કરતા દેખાય છે અને કોઇએ તેમનો આ પર્સનલ વીડિયો વાઇરલ કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

પાર્ટીમાં એકબીજાના પ્રેમમાં ખોવાયેલા હતાં રાજકુમાર-પત્રલેખા

રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાના વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને એકબીજા સાથે પ્રાઇવેટ સમય વીતાવી રહ્યા છે. ત્યાં હાજર લોકોથી તેમને કોઇ ફર્ક પડતો નથી. આ દરમિયાન હુમા કુરૈશી અને સાકિબ સલીમ ત્યાં પોતાના મોબાઇલ લઇને આવે છે અને તેમને વીડિયો બનાવે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાજકુમાર કેવી રીતે તેમને વીડિયો લેવાની ના કહી રહ્યો છે. આ વીડિયોને ફરાહ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર અને પત્રલેખાની હુમા કુરૈશી, સાકિબ સલીમ અને ફરાહ ખાન સાથે ગાઢ મિત્રતા છે. આ બધા પાર્ટીમાં ખૂબ મસ્તી કરી રહ્યાં હતાં.

રાજકુમાર રાવની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તે ‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાજકુમાર સાથે જ્હાનવી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મમાં રાજકુમાર ધોનીનો રોલ ભજવશે. ખૂબ જલ્દી તેઓ ‘સ્ત્રી-2’નું શૂટિંગ પણ શરૂ કરશે.

Back to top button