ગુજરાત

ખાનગી યુનિ. સાથેના સ્પર્ધાત્મક માહોલનું નર્મદ યુનિવર્સિટીને મળ્યું હકારાત્મક પરિણામ

  • પરીક્ષા, પરિણામ સહિત અનેક બાબતોએ મહત્ત્વના નિર્ણયો લેવાયા
  • 2019-20ની સાલમાં 3,16,238 વિદ્યાર્થીઓ નોંધાયા
  • છેલ્લા 4 વર્ષમાં 4.95 લાખ વિદ્યાર્થીઓની સંખ્યા વધી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2023-24ના નવા સત્રની પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ત્યારે નર્મદ યુનિવર્સિટીમાં વધેલી વિદ્યાર્થીસંખ્યાએ આચાર્યો, અધ્યાપકોનો ઉત્સાહ વધાર્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઇ હોય ખાનગી યુનિવર્સિટી સાથેની સીધી સ્પર્ધા વચ્ચે પણ નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વધ્યા હોય શિક્ષણવિદેમાં હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. ગત એક વર્ષમાં 81 હજાર વિદ્યાર્થીનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીસંખ્યામાં 1.79 લાખનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજથી વાહનચાલકોને હાલાકી વચ્ચે વધુ એક ડાઈવર્ઝન

2019-20ની સાલમાં 3,16,238 વિદ્યાર્થીઓ નોંધાયા

યુનિવર્સિટી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, યુનિવર્સિટી સંલગ્ન વિભાગ અને કોલેજોમાં 2019-20ની સાલમાં 3,16,238 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તમામ અભ્યાસક્રમો અને વર્ષ પ્રમાણે કુલ 3.16 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો. તે સામે 2020-21ની સાલમાં 3.90 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. એટલે કે એક જ વર્ષમાં 73961 વિદ્યાર્થીનો વધારો થયો હતો. ત્યારબાદ 2021-22માં વધુ 23 હજારના વધારા સાથે 4.13 લાખ વિદ્યાર્થી, 2022-23માં વધુ 81921ના વધારા સાથે 4.95 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીને થશે ફાયદો

આમ, 2019-20થી 2022-23 સુધીના ચાર વર્ષ વેળાએ 1.79 લાખ વિદ્યાર્થીનો વધારો થયો હતો. વળી, પદવીદાન પર નજર કરીએ તો, 2020-21ના સત્રના પદવીદાન સમારોહમાં 40296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી. ત્યારબાદ 2021-22માં 41384 અને ચાલુ સત્રના 53મા વિશેષ અને 54મા વાર્ષિક પદવીદાન સમારોહમાં 56252 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ હતી. ગત વર્ષ અને ચાલુ વર્ષની તુલનામાં પદવીદાન સમારોહમાં પણ 14868 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો: અમૂલ પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ન્યૂઝીલેન્ડમાં મહિલા સાથે જબરજસ્તી કરી 

પરીક્ષા, પરિણામ સહિત અનેક બાબતોએ મહત્ત્વના નિર્ણયો લેવાયા

કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના કાર્યકાળમાં છેલ્લા બે વર્ષમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ સહિત અનેક બાબતોએ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં પ્રવેશ પ્રક્રિયામાં પણ વિદ્યાર્થીહિતમાં અને વિદ્યાર્થીઓને સરળતા પડે એ પ્રમાણે કાર્યવાહી થઇ હોય વિદ્યાર્થીસંખ્યા વધી હોવાનો મત આચાર્યો આપી રહ્યા છે. આ સિવાય કોલેજ ટ્રાન્સફર અને યુનિવર્સિટી ટ્રાન્સફર જેવી બાબતોએ પણ નવી શિક્ષણનીતિને આધીન નિર્ણયો લેવાયા છે. અન્ય પ્રવેશ સંબંધિત પ્રશ્નોનો પણ સરળતાથી ઉકેલ આવ્યો હોય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. કોરોનાકાળ બાદ ચાલુ સત્રમાં વિદ્યાર્થીસંખ્યામાં મહત્તમ વધારો નોંધાયો છે.

Back to top button