અમદાવાદગુજરાત

અમદાવાદમાં રોંગ સાઈડમાં યુ ટર્ન લેતી ખાનગી બસનો વીડિયો વાયરલ, ડ્રાઈવરની ધરપકડ

Text To Speech

અમદાવાદ, 18 જૂન 2024, ગુજરાતમાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ભારે વાહનો રોંગ સાઈડમાંથી પસાર થતાં અનેક લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પકવાન બ્રિજ પાસે રોંગ સાઈડમાં યુ-ટર્ન લેતી લકઝરી બસનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના એસ.જી. હાઇ-વે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ વીડિયો મુજબ શ્રીરામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવાન બ્રિજ પાસેથી રોંગ સાઈડમાં યુ ટર્ન લઇને લોકોના જીવને જોખમમાં મૂકી લક્ઝરી બસ ચલાવી રહ્યો હતો.

રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સફેદ કલરની શ્રીરામ લખેલી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પકવાન બ્રિજના છેડાથી યૂ ટર્ન લઈ રોંગ સાઈડમાં આવી રહી હતી. ડ્રાઇવરે રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને રસ્તા પર જતા લોકોના તથા બસના મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થતા ટ્રાફિક પોલીસ દ્વારા બસના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બસના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે લક્ઝરી બસને ડીટેન કરવામાં આવી છે.

આ પણ વાંચોઃમારૂતિ વાનમાં લાગેલી આગ બુઝાવતા ગેસનો બાટલો ફાટ્યો, પતિ-પત્નીનો આબાદ બચાવ

Back to top button