પૃથ્વી શો અને યુવતી વચ્ચે ઝપાઝપી, મામલો પહોંચ્યો પોલીસ સુધી, વીડિયો વાયરલ
પૃથ્વી શૉ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. આ દરમિયાન તેના પર હુમલાના સમાચાર આવી રહ્યા છે. એટલું જ નહીં તેના મિત્રની કારની પણ તોડફોડ કરી હતી. પોલીસે આ મામલે 8 લોકો સામે ગુનો નોંધ્યો છે.
હાલમાં જ પૃથ્વી શૉને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ તે કોઈ મેચમાં જોવા મળ્યો ન હતો. મળતી માહિતી મુજબ, પૃથ્વી શો અને તેના મિત્ર પર એક હોટલની બહાર બેઝબોલ બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. શૉના મિત્રની કારને પણ નુકસાન થયું હતું. શોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુવતી અને તેની વચ્ચે ઝપાઝપી થઈ છે.
View this post on Instagram
પૃથ્વી શૉએ 2 લોકો સાથે સેલ્ફી લીધી હતી. આ પછી વધુ લોકો તેની સાથે આવ્યા અને ફરીથી સેલ્ફી લેવાનું કહેવા લાગ્યા. પૃથ્વીએ ના પાડી અને કહ્યું કે તે અહીં પોતાના અંગત કામ માટે આવ્યો છે. પૃથ્વી શૉના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે જણાવ્યું કે આ પછી તેના પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ આરોપીઓ તેમની પાછળ પડ્યા અને પૈસા આપી દો નહીંતર ખોટા કેસમાં ફસાવીશું તેવી ધમકી આપી હતી.
આ દરમિયાન પૃથ્વી શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે અને એક યુવતી લડતા દેખાય છે. યુવતીના હાથમાં લાકડી છે. બાદમાં પૃથ્વી અલગ થઈ જાય છે. આમાં શૉ સાથે સપના ગિલ પણ જોવા મળી રહી છે. સપના ગિલના વકીલ અલી કાસિફ ખાન દેશમુખે સોશિયલ મીડિયા પર લખ્યું કે પોલીસ મારા ક્લાયન્ટ પર સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવવા માટે દબાણ કરી રહી છે. અત્યારે તે ડરી ગઈ છે. તેને ધમકી પણ આપવામાં આવી રહી છે. તેથી જ હું તેને દૂર કરી રહ્યો છું.
8 લોકો સામે કેસ નોંધાયો
ઓશિવારા પોલીસે આ મામલે 8 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફરિયાદ અનુસાર, જ્યારે આરોપીએ સેલ્ફીનો વધુ આગ્રહ કર્યો ત્યારે પૃથ્વી શૉના મિત્રએ હોટેલ મેનેજરને ફોન કર્યો. આ પછી મેનેજરે આરોપીને ત્યાંથી જવાનું કહ્યું. આ પછી જ્યારે પૃથ્વી શો હોટલની બહાર આવ્યો ત્યારે કેટલાક લોકો હોટલની બહાર બેઝબોલ બેટ લઈને ઉભા હતા. આ કેસમાં 2 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે.