નેશનલ

“જેલમાં મજા કે સજા” ! સત્યેન્દ્ર જૈનનો વઘુ એક વિડિયો થયો વાયરલ

Text To Speech

દિલ્હી સરકારના મંત્રી એવા સત્યેન્દ્ર જૈનની દિલ્હીની તિહાડ જેલનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ જેલના સેલમાં મસાજ કરાવી રહ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર વધુ એક વિડિયો વાયરલ થયો છે.

આ વિડિયોમાં સત્યેન્દ્ર જૈન ખાતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામા આવી રહ્યો છે કે, સત્યેન્દ્ર જૈનને હોટલમાંથી લાવેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, સત્યેન્દ્ર જૈન જેલના સેલમાં આરામથી ભોજન કરી રહ્યા છે. જયારે રાઉઝ એવન્યુ દ્વારા સત્યેન્દ્ર જૈન વતી એવી અરજી દાખલ કરવામાં આવી હતી કે તેમને છેલ્લા 6 મહીનાથી અન્નનો એક દાણો પણ ખાધો નથી.

આ પણ વાંચો : જેલ કે સ્પા પાર્લર ? તિહાડ જેલમાં મસાજ કરાવતા નેતાજીનો વીડિયો

વાસ્તવમાં, જૈન ધર્મ અનુસાર, વ્યક્તિ મંદીરમાં જઈને પૂજા કાર્ય વિના રાંધેલો ખોરાક ખાઈ શકે નહિ. તે ફક્ત ફળો, કાચા શાકભાજી પર આધારિત છે. તેને તિહાડ જેલ પ્રશાસને પણ બંધ કરી દીધો છે. તેના વજનમાં 28 કિલોનો ઘટાડો થયો છે. કોર્ટે આ મામલે સત્યેન્દ્ર જૈન પાસેથી રીપોર્ટ માંગ્યો હતો, જેનો ચુકાદો આજે સંભળાવામાં આવશે.

તેમજ મળતી માહિતી અનુસાર, દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને મસાજ આપતો રીન્કુ એ પણ એક કેદી છે. જે બળાત્કારના કેસનો આરોપી છે. જેની પર POCSO એક્ટની કલમ 6 અમે IPCની કલમ 376, 506 અને 509 હેઠળ આરોપ છે. તે કોઈ ફીઝીયોથેરાપીસ્ટ નથી.

Back to top button