ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી લિકર કેસમાં પૂર્વ ડે. સીએમના રિમાન્ડ થશે પૂર્ણ, બપોરબાદ કોર્ટમાં કરાશે રજૂ

Text To Speech

આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. આજે બપોરે તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્ડને વધુ બે દિવસ લંબાવ્યા હતા. જોકે સીબીઆઈએ કોર્ટમાં મનીષ સિસોદિયાને વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપવાની માંગ કરી હતી. સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર કોર્ટે સીબીઆઈને નોટિસ પણ જારી કરી છે. સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 10 માર્ચે થશે.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ

ઉલ્લેખનીય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા એક સપ્તાહથી CBI કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સિસોદિયાને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે મનીષ સિસોદીયાને વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.

Manish Sisodia
Manish Sisodia

શા માટે વધુ રિમાન્ડની કરાઈ માંગણી

સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરતા સીબીઆઈના વકીલે કહ્યું હતું કે, “તે હજુ પણ તપાસમાં અસહકાર કરી રહ્યા છે અને બે વ્યક્તિઓ સાથે તેનો મુકાબલો કરવા માટે અમને તેની વધુ કસ્ટડીની જરૂર છે.” સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, “તેમના મેડિકલમાં ઘણો સમય લાગ્યો હતો. .”

સઘન સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરાયા

નવી દારૂ નીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને શનિવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સીબીઆઈ હેડક્વાર્ટરથી રાઉઝ એવન્યુ કોર્ટ સુધી ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અગમચેતીના પગલારૂપે ડીડીયુ રોડ દિવસભર બંધ રાખવામાં આવ્યો હતો.

Back to top button