ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાંથી મધ્યપ્રદેશમાં ઝેરોક્ષ મશીનમાં છાપેલી રૂ. 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ

  • નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ
  • અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ
  • ડુપ્લિકેટ ચલણી નોટનો જથ્થો આપ્યા છે તે દિશામાં તપાસ સીઆઇડીએ હાથધરી

અમદાવાદમાંથી મધ્યપ્રદેશમાં ઝેરોક્ષ મશીનમાં છાપેલી રૂ. 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ છે. જેમાં રાજસ્થાનના 3 યુવકો અમદાવાદના જુહાપુરાના એક શખ્સને ડિલિવરી આપવા આવ્યા હતા. તેમાં ભાડે મકાન રાખીને કલર ઝેરોક્ષ મશીનથી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા. ત્યારે નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે રિ-ટેસ્ટ આપી શકશે

અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ

અમદાવાદમાંથી રાજસ્થાનના 3 શખ્સ પાસેથી 15.30 લાખની નકલી નોટ ઝડપાઈ છે. રાજસ્થાનના ત્રણ શખ્સ 100,200 અને 500ની ડુપ્લિકેટ ચલણી નોટ જુહાપુરામાં રહેતા શખ્સને આપવા માટે અમદાવાદના રામોલ બ્રિજ પાસે આવ્યા હતા.આ દરમ્યાન સીઆઇડી ક્રાઇમે ત્રણેય શખ્સોને અટકાયત કરીને તપાસ કરતા 15.30 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો મળી આવી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખીને નકલી ચલણી નોટ છાપતા હતા. હાલમાં એક ટીમ વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ જવા રવાના થઇ છે. ત્રણેય આરોપીઓએ કેટલી ડુપ્લીકેટ ચલણી નોટ છાપી છે અને અગાઉ કોણે કોણે ડુપ્લિકેટ ચલણી નોટનો જથ્થો આપ્યા છે તે દિશામાં તપાસ સીઆઇડીએ હાથધરી છે.

નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ

સમગ્ર બનાવની હકીકતમાં જુહાપુરામાં રોયલ અકબર ટાવરની પાછળ રહેતા મૌઇનુંદીન યાશીનમિયા સૈયદ ઉર્ફે મોઇન બાપુએ રાજસ્થાનના સતિષ સહિત ત્રણ શખ્સો પાસે ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટનો જથ્થો મંગાવ્યો છે આ જથ્થો ત્રણેય શખ્સો મૌઇનુંદીને રામોલ બ્રિજ પાસે આપવા આવવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં રામોલ બ્રિજ પાસેથી સતિષ હંસરાજ જીનવા પાસેથી 6,82,300, અનિલ રમેશચન્દ્ર રજત પાસેથી 4,27,900 અને કાલુરામ રાધેશ્યામ મેઘવાલ પાસેથી 4,19,900 મળીને કુલ 15,30 લાખની નકલી ચલણી નોટ મળી આવી હતી. આ ત્રણેય શખ્સોએ મધ્યપ્રદેશના ભેસોદામંડી ખાતે ભાડે મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્ષ મશીન મારફતે નકલી 100,200 અને 500ની ચલણી નોટ બનાવતા હતા. નકલી નોટનો જથ્થાની ડિલિવરી લેનારા મૌઇનુંદીનની શોધખોળ શરૂ કરાઈ છે.

Back to top button