કચ્છ - સૌરાષ્ટ્ર

જામનગરમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની સાથે કર્યું દુષ્કર્મ, પીડિતાની ફરિયાદ બાદ ફરાર

Text To Speech

ગુજરાતના જામનગરમાં પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીનીની છેડતીનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે જામનગરની એક જાણીતી શાળાના પ્રિન્સિપાલ વર્ષ 2015થી તેનું સતત શોષણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ મનીષ યદુનંદન નામનો વ્યક્તિ જામનગરની જાણીતી સત્ય સાંઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરે છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે તે તેને 11મા ધોરણમાં પ્રવેશ ફોર્મ આપવા માટે તેની ખાનગી ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં ભાઈ-બહેનના ભણતર અને માતાની નોકરીની લાલચ આપી, ધાક-ધમકી આપી શોષણ કર્યું હતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં દુર્ધટના : PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ, મૃતકોના પરિજનનોને 2 લાખ સહાયની જાહેરાત
દુષ્કર્મ - Humdekhengenewsવિદ્યાર્થિનીનો આરોપ છે કે પ્રિન્સિપાલ ત્યાંથી અટક્યા નહોતા અને જૂન 2015થી તેનું યૌન શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી 10 એપ્રિલે વિદ્યાર્થીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોઇને પોલીસ મથકના વાય.જે.વાઘેલાએ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે વિદ્યાર્થીનીને મેડિકલ તપાસ માટે લઈ ગઈ છે અને પોલીસ આરોપી પ્રિન્સિપાલને શોધી રહી છે. જોકે પોલીસને ફરિયાદ મળતા પ્રિન્સિપાલ ફરાર થઈ ગયો છે.

Back to top button