ટ્રેન્ડિંગમનોરંજન

અંબાણી પરિવારની રાજકુમારી વેદાનો પહેલો બર્થડે ક્રૂઝ પર ઉજવાયો

Text To Speech
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગની વચ્ચે અંબાણી પરિવારની રાજકુમારી વેદાનો પહેલો બર્થડે પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હવે વેદાની આ થીમ્ડ પાર્ટીની પહેલી ઝલક સામે આવી છે

અંબાણી પરિવારના ત્યાં કોઈ પણ સેલિબ્રેશન હોય અને ચર્ચા ન થાય તેવું કેવી રીતે બની શકે. અંબાણી પરિવારની ગ્રાન્ડ ઈવેન્ટ્સ અને તેમની મહેમાનગતિ જગજાહેર છે. હાલમાં અંબાણી પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ પાર્ટીને લઈને ચર્ચામાં છે. આ પાર્ટી લગ્ઝરી ક્રૂઝ પર 29 મેથી શરૂ થઈ હતી. આ પ્રી વેડિંગમાં દેશ-વિદેશની હસ્તીઓ સામેલ થઈ છે. હવે આ પાર્ટીની ઝલક સામે આવી છે અને તેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી આ પાર્ટીની ઘણી ઝલક પણ સામે આવી રહી છે. ખાસ વાત એ છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના પ્રી-વેડિંગની વચ્ચે અંબાણી પરિવારની રાજકુમારી વેદાનો પહેલો બર્થડે પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હવે વેદાની આ થીમ્ડ પાર્ટીની પહેલી ઝલક સામે આવી છે.

અંબાણી પરિવારની રાજકુમારી વેદાનો પહેલો બર્થડે ક્રૂઝ પર ઉજવાયો hum dekhenge news

આ રીતે ક્રૂઝ પર ઉજવાયો વેદાનો બર્થડે

અંબાણી પરિવારે પોતાની રાજકુમારી વેદાનો બર્થડે શાનદાર રીતે ઉજવ્યો છે. વેદાને તેના કાકા અનંત અંબાણી અને થનારી કાકી રાધિકાની પ્રી વેડિંગ પાર્ટીની સાથે તેનો પહેલો બર્થડે ક્રૂઝ પર ઉજવવાનો મોકો મળ્યો. આ દરમિયાન વેદા માટે ક્રૂઝ પર એક થીમ્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પહેલી ઝલક સામ આવી છે. વેદાની બર્થડે પાર્ટીની ઝલક જોવા મળી રહી છે, જેમાં ક્રૂઝ સનફ્લાવરથી સજાવેલું હતું. ઉલ્લેખનીય છે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની દીકરી વેદાની બર્થડે થીમ વી ટનર્સ અંડર ધ સન રાખવામાં આવી હતી. જેનો ડ્રેસ કોડ પ્લેફૂલ હતો. પાર્ટીની થીમ ઉપરાંત વેદાના બર્થડેની અન્ય કોઈ તસવીર સામે આવી નથી, ફેન્સ તેના માટે એક્સાઈટેડ છે.

આ પણ વાંચોઃ ફેનને ડેટ કરવા ઈચ્છે છે કાર્તિક આર્યન, જાણો કેમ ‘ચંદૂ ચેમ્પિયન’એ કહ્યુ આવું?

Back to top button