ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન, તમે મૌની બાબાની જેમ બેઠા છો, તેથી આ સ્થિતિ થઇ છે – મલ્લિકાર્જુન ખડગે

Text To Speech

બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને અનેક સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે લોકો ગૃહમાં નફરતની વધુ વાતો કરે છે. દેશમા આજે હિન્દુ મુસ્લિમ સિવાય શું તમને અન્ય મુદ્દાઓ નથી મળતા?

આ પણ વાંચો : મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની અનોખી પહેલ, જાણો શું કરી પહેલ !

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે દરેક જગ્યાએ નફરત ફેલાઈ રહી છે.આપણાં જ પ્રતિનિધિઓ તેનો પ્રચાર કરી રહ્યા છે. હું પીએમને પૂછવા માંગુ છું કે તમે ચૂપ કેમ બેઠા છો? તમે બધાને ડરાવો છો તમારી એક નજર પર તે સમજી જશે કે તેને ટિકિટ નહીં મળે, તે ચૂપ રહેશે. તમે મૌની બાબાની જેમ બેઠા છો, તેથી જ આ સ્થિતિ થઈ છે.

ખડગેએ કહ્યું, ક્યાંક ક્રિશ્ચિયનના ધાર્મિક સ્થળ પર નજર છે. દેશમાં ક્યાંય પણ અનુસૂચિત જાતિનો કોઈ માણસ મંદિર જાય તો તેને મારવામાં આવે છે, કોઈ સાંભળતું નથી. દેશમાં અનુસૂચિત જાતિને હિંદુ માનવામાં આવે છે, તો શા માટે તેઓને મંદિરમાં જવા દેવાતા નથી. મંત્રીઓ અને ધારાસભ્યો તેમના ઘરે માત્ર દેખાડો કરવા જાય છે અને ભોજન કર્યા બાદ ફોટા શેર કરે છે. જ્યારે ધર્મ એક છે તો તમે તેમને મંદિરમાં જવાની કેમ મંજૂરી આપતા નથી. ધર્મ-જાતિ-ભાષાના નામે નફરત કરી રહ્યા છે, નફરત છોડી દો અને ભારતને એક કરો. રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું હતું કે હિંદુ હોય કે મુસલમાન, રાજા હોય કે ખેડૂત દરેકનું સન્માન કરવું જોઈએ.

Back to top button