ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ટ્રાંસજેન્ડર્સ માટે કાર્ય કરતાં કલ્પનાબાઈની વડાપ્રધાને કરી પ્રશંસા

Text To Speech

મહારાષ્ટ્ર, 18 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. જેમાં પ્રધાનમંત્રીએ સાંઈ કિન્નર બચત સ્વસહાય જૂથ ચલાવતી મુંબઈની ટ્રાન્સજેન્ડર કલ્પનાબાઈ સાથે વાતચીત કરી હતી. તેમજ, જીવનની એક પડકારજનક ગાથા વર્ણવતા કલ્પનાબાઈએ પ્રધાનમંત્રીનો સંવેદનશીલતા બદલ આભાર માન્યો હતો. મહારાષ્ટ્રમાં ટ્રાંસજેન્ડર્સ માટે કાર્ય કરતું આવું પહેલું જૂથ છે.

કલ્પનાબાઈએ એક ટ્રાન્સજેન્ડરના મુશ્કેલ જીવનને યાદ કરતાં પ્રધાનમંત્રીને જણાવ્યું કે તેણે ભીખ માંગવા અને અનિશ્ચિતતાના જીવન પછી બચત કરવાની શરૂઆત કરી હતી. કલ્પનાબાઈએ સરકારી ગ્રાન્ટથી ટોપલી બનાવવાની શરૂઆત કરી હતી. તેને શહેરી આજીવિકા મિશન અને સ્વાનિધિ યોજના દ્વારા ટેકો મળ્યો હતો. તે ઇડલી ઢોંસા અને ફૂલોનો વ્યવસાય પણ ચલાવી રહ્યા છે. તેની ઉદ્યોગસાહસિકતા લોકોને ટ્રાન્સજેન્ડર્સની વાસ્તવિકતા વિશે જાણકારી આપે છે અને સમાજમાં કિન્નરોની ખોટી છબીને સુધારે છે. પ્રધાનમંત્રીએ કલ્પનાજીની પ્રશંસા કરી હતી કે, “કિન્નરો જે કરવા સક્ષમ છે, તે કરીને તમે બતાવી રહ્યા છો.” શાથે જ, પ્રધાનમંત્રીએ તેમને સમાજ માટે તેમની સેવાની તીવ્રતા પણ સમજાવી હતી.

તેમનું જૂથ ટ્રાંસજેન્ડર આઈડી કાર્ડ પ્રદાન કરી રહ્યું છે અને કિન્નર સમુદાયને કેટલાક વ્યવસાયો શરૂ કરવા અને માગવાને બદલે પીએમ સ્વાનિધિ જેવી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેણે ‘મોદી કી ગેરંટી કી ગાડી’ માટે કિન્નર સમુદાયનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે વાહન તેમના વિસ્તારની મુલાકાત લેતું હતું ત્યારે તેણે અને તેના મિત્રોએ ઘણા ફાયદા મેળવ્યા હતા. પીએમ મોદીએ કલ્પનાજીની અદમ્ય ભાવનાને સલામ કરી હતી અને ખૂબ જ પડકારજનક જીવન હોવા છતાં જોબ પ્રોવાઇડર બનવા બદલ તેમની પ્રશંસા કરી હતી. અને કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ વંચિતોને પ્રાથમિકતા આપવાનો છે.” આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો : રામ નામ લખેલા જાદુઈ કળશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Back to top button