- વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે બે દિવસ માટે ગુજરાત આવશે
- 27એ સાયન્સ સિટીમાં VGSની ઉજવણી કરશે
- ટાગોર હોલમાં ‘સમિટ ઓફ સક્સેસ’નું આયોજન કર્યુ હતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં ફરીથી આંશિક બદલાવ આવ્યો છે. જેમાં PM મોદી 26મીએ ગુજરાત પ્રવાસે આવશે. તથા 27એ સાયન્સ સિટીમાં VGSની ઉજવણી કરશે. તેમજ અગાઉ 28મીએ અમદાવાદના ટાગોર હોલમાં આયોજન કરાયુ હતું. તેમાં વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે બે દિવસ માટે ગુજરાત આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખે ભારે વરસાદ આગાહી
27એ સાયન્સ સિટીમાં VGSની ઉજવણી કરશે
વડાપ્રધાન નરેન્દ્રના ગુજરાત પ્રવાસમાં ફરીથી આંશિક બદલાવ થઈ રહ્યો છે. અગાઉ તેઓ 27મી સપ્ટેમ્બરને બુધવારે છોટાઉદેપુરના બોડેલીમાં જાહેરસભાને સંબોધીને બીજા દિવસે અમદાવાદના ટાગોર હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- VGSના 20 વર્ષોની ઉજવણીમાં સામેલ થશે તેમ મનાઈ રહ્યું હતું. પરંતુ, હવે તેઓ 26મી સપ્ટેમ્બરની સાંજે ગુજરાત આવશે અને 27મી સપ્ટેમ્બરના રોજ VGSના 20માં વર્ષ નિમિત્તે સાયન્સ સિટીમાં યોજનારા કાર્યક્રમમાં સામેલ થઈને બોડેલી જશે તેમ જાણવા મળ્યું છે.
ટાગોર હોલમાં ‘સમિટ ઓફ સક્સેસ’નું આયોજન કર્યુ હતુ
અગાઉ બોડેલીમાં બીજી ઓક્ટોબરના જાહેર કાર્યક્રમ માટે તૈયારીઓ ચાલી રહી હતી. બુધવારે આ કાર્યક્રમ 27મી સપ્ટેમ્બરે યોજવાનું જાહેર થયું હતું. આ તરફ ગુજરાત સરકારે પણ 28મી સપ્ટેમ્બરે VGSના બે દાયકા પૂર્ણ થતા અમદાવાદમાં જ્યાં સૌથી પહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મળી હતી તે ટાગોર હોલમાં ‘સમિટ ઓફ સક્સેસ’નું આયોજન કર્યુ હતુ. જો કે, હવે આ કાર્યક્રમ 27મી સપ્ટેમ્બરે અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાઈ શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહશે તેમ જાણવા મળ્યુ છે. આ કાર્યક્રમનું સ્થળ બદલાતા ખાણ ખનિજ કમિશનર ધવલ પટેલ, અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય ગુરુવારે સાંજે સાયન્સ સિટીમાં નિરીક્ષણ પણ કરી આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આમ, વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે બે દિવસ માટે ગુજરાત આવશે.