વર્લ્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન વૈશ્વિક નેતાઓમાં ટોચ ઉપર, બિડેન અને સુનકને પણ પાછળ છોડ્યા

Text To Speech

લોકપ્રિય વૈશ્વિક નેતાઓની તાજેતરની યાદીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વિશ્વ નેતાઓને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સના તાજેતરના સર્વે અનુસાર, પીએમ મોદી અમેરિકી પ્રમુખ જો બિડેન, ઋષિ સુનક સહિત 22 દેશોના નેતાઓને પાછળ છોડીને સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. પીએમ મોદી 78% રેટિંગ સાથે સર્વેમાં ટોચ પર છે. ઉપરાંત બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે, જેમને 68% રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 58%ના રેટિંગ સાથે લોકપ્રિયતાની યાદીમાં ત્રીજા સ્થાને છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા 52 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાની યાદીમાં ચોથા સ્થાને છે. તે જ સમયે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને 50 ટકા રેટિંગ મળ્યું છે અને તે યાદીમાં પાંચમા સ્થાને છે.

બિડેન- hum dekhenege news

 

અન્ય નેતાઓ ક્યાં સ્થાને છે ?

યુએસ પ્રમુખ જો બિડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આ યાદીમાં 40% રેટિંગ સાથે છઠ્ઠા અને સાતમા સ્થાને છે. આ યાદીમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને 30% રેટિંગ મળ્યું છે અને તેઓ 16મા સ્થાને છે. 17મા સ્થાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો છે જેમને 29 ટકા રેટિંગ મળ્યું છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા યાદીમાં સામેલ 22 દેશોના ટોચના નેતાઓ છે- ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, કેનેડા, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, ભારત, આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ કોરિયા. , સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ.

RUSHI SUNAK
ઋષિ સુનક – ફાઇલ તસવીર

આ સર્વે કેવી રીતે થાય છે

મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, આ લોકપ્રિયતા ડેટા દેશના પુખ્ત વયના લોકોના સાત દિવસના સર્વેક્ષણ પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20,000 વૈશ્વિક ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુમાં મળેલા જવાબોના આધારે વૈશ્વિક નેતા વિશેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ 45,000 હજાર છે. બીજી તરફ, અન્ય દેશોના નમૂનાનું કદ 500 થી 5000 ની વચ્ચે છે.

Back to top button