વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો શરૂ, ઠેર-ઠેર લોકો કરી રહ્યા છે સ્વાગત


ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શૉ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવા માટે આજે સાંજે 5 વાગે રોડ શૉ કરી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, મને ગાળો બોલવાની હરિફાઈ લાગે છે
35 જેટલા પોઈન્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે
અમદાવાદના નરોડાથી શરૂ કરીને ચાંદખેડા સુધી રોડ શૉ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે PMના રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે જે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે 50.4 કિલોમીટરથી વધુના રોડ શૉની તૈયારીઓ કરવામાં આવી છે. જ્યાં 35 જેટલા પોઈન્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવશે.

આ 35 જેટલા પોઈન્ટ પર પ્રધાનમંત્રી મોદી દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવશે. ત્યારબાદ જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શૉમાં પેરામિલિટરી ફ્લેગમાર્ચની સાથે ડ્રોનથી બાજ નજર રાખી રહ્યું છે.
