નેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે, બે રાજ્યોને મળશે વિકાસની આ મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરના રોજ એટલે કે આવતી કાલે  મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં રૂ. 75,000 કરોડનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેમજ વડાપ્રધાન મોદી નાગપુર અને શિરડીને જોડતા 520 કિલોમીટરના અંતરને આવરી લેતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે.

વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં રૂ. 75,000 કરોડનાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. જેમાં વડાપ્રધાન મોદી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે. નાગપુરમાં શહેરી અવરજવરમાં ક્રાંતિ લાવવા પ્રધાનમંત્રી નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે અને નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ નાગપુર અને બિલાસપુરને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે અને નાગપુર રેલવે સ્ટેશન અને અજની રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે અને નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ અને નાગ નદીનાં પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનું શિલારોપણ કરશે.

મહારાષ્ટ્રની મુલાકાતનો કાર્યક્રમ

PM મોદી લગભગ 9.30 વાગ્યે નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

સવારે 10 વાગ્યે, વડા પ્રધાન ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ દરમિયાન તેઓ ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ પણ કરશે.

10:45 વાગ્યે PM મોદી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને હાઈવેની મુલાકાત લેશે.

સમરદ્ધી માર્ગ-humdekhengenews

PM મોદી નાગપુરની એમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે

11.30 વાગ્યે, વડા પ્રધાન નાગપુરમાં 1500 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત તેઓ અહીં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ (NIO)અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ દરમિયાન, તેઓ ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) ચંદ્રપુરને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ‘સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર’નું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :રાજ્યના મુખ્યમંત્રીના નામની થઈ સત્તાવાર જાહેરાત, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ જ ફાઈનલ

ગોવાનો કાર્યક્રમ

ગોવામાં પીએમ મોદી બપોરે 3:15 વાગ્યે નવમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ આયુષની ત્રણ રાષ્ટ્રીય સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

વડાપ્રધાન સાંજે 5:15 કલાકે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

Back to top button