ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ જશે, બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી

Text To Speech
  • રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો
  • 14 જુલાઈના રોજ પેરિસમાં યોજાશે સૌથી મોટી અને સૌથી જૂની સૈન્ય પરેડ
  • બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને 25 વર્ષ પૂર્ણ થતા આપ્યું આમંત્રણ

ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે વડાપ્રધાન મોદી જુલાઈમાં ફ્રાન્સ જશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સની સૌથી મોટી અને સૌથી જૂની સૈન્ય પરેડ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય સેનાની ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 જુલાઈના રોજ પેરિસમાં આ વર્ષની બેસ્ટિલ ડે પરેડમાં અતિથિ તરીકે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારવા બદલ ખુશી વ્યક્ત કરી છે.

બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને 25 વર્ષ પૂર્ણ થયા

ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક સંબંધોના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને દર વર્ષે 14 જુલાઈના રોજ યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, જેને પીએમ મોદીએ સ્વીકારી લીધું છે.

ભારતનું સૈન્ય પણ પરેડમાં લેશે ભાગ

બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના આ તબક્કાના પૂર્ણ થવાના અવસર પર ભારતીય સુરક્ષા દળોની ટુકડી પણ ફ્રાન્સની આ સૈન્ય પરેડમાં ભાગ લેશે. ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સહયોગ વધારી રહ્યા છે અને PM મોદીની ફ્રાન્સ મુલાકાત બંને દેશોના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Back to top button