ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 કલાક કાશીમાં રહેશે, આજે સાંજે રોડ-શો કરશે

Text To Speech
  • આજે સોમવારે બપોરે કાશી પહોંચ્યા બાદ પાંચ કિલોમીટરનો રોડ-શો
  • આવતીકાલે મંગળવારે વારાસણસી બેઠક માટે ઉમેદવારીપત્ર ભરશે

બનારસ, 13 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે મંગળવારે ઉમેદવારીપત્ર ભરશે. આ પહેલાં તેઓ આજે સોમવારે બપોરે લગભગ ચાર વાગ્યે કાશી પહોંચશે. સોમવારે સાંજે બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)ના મુખ્ય દરવાજે મહામના મદનમોહન માલવિયની પ્રતિમાને માલ્યાર્પણ કરીને ત્યાંથી લગભગ પાંચ વાગ્યે રોડ-શોની શરૂઆત કરશે. લગભગ પાંચ કિલોમીટરનો આ રોડ-શો પૂરો કરીને તેઓ કાશી વિશ્વનાથ મંદિર પહોંચશે જ્યાં દર્શન અને પૂજાવિધિમાં ભાગ લેશે.

બનારસમાં તેમના આ 22 કલાકના રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરવા ઉપરાંત ભાજપના કાર્યકરો સાથે પણ સંવાદ કરશે.

આવતીકાલે 14મી મેને મંગળવારે બાબા કાળભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારીપત્ર ભરવા જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વખતે કાશી મંદિરના પૂજારી તથા બંગાળના એક મહિલા આગેવાન વડાપ્રધાનના પ્રસ્તાવકો પૈકી એક હશે. યાદ રહે, 2019ની ચૂંટણી વખતે બનારસના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાખાં ઉપરાંત બનારસના અન્ય નાગરિકો નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બન્યા હતા. આ વખતે પણ અલગ અલગ ક્ષેત્રના પ્રસ્તાવકો હોવાની શક્યતા રહેલી છે.

આ અગાઉ, આજે સોમવારે વડાપ્રધાન બિહારના પટણા પહોંચ્યા હતા. પટણામાં ગુરુદ્વારા પટણા સાહિબ ખાતે દર્શન કર્યા બાદ પીએમ મોદીએ લંગર સેવા પણ કરી હતી. રવિવારે સાંજે પીએમે રોડ-શો કર્યો હતો, જે દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સહિત જેડી (યુ) અને ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યોઃ AAP સાંસદ સ્વાતિ માલિવાલનો આક્ષેપ

Back to top button