વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ.15,670 કરોડની ગુજરાતને મળશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તેમજ વડાપ્રધાન આજે ડિફેન્સ એક્સ પોની શરૂઆત પણ કરાવશે.
ડિફેન્સ એક્સ પોની શરૂઆત
મળતી માહિતી મુજબ પીએમ મોદી ના એ બે દિવસના પ્રવાસ દરમિયાન આજે સવારે 9.30 કલાકે પીએમ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ સીધા જ ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં ડિફેન્સ એક્સ પોની શરૂઆત કરાવશે. બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો વિધિવત પ્રારંભ તથા ખાતમુહૂર્ત કરાવશે.આ પ્રસંગે રાજ્યભરની શાળાઓમાંથી 20,000થી વધુની સંખ્યામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં 4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ
PM મોદી બપોરે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને જૂનાગઢ જશે. જ્યાં ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. બપોરે 3.15 કલાકે જૂનાગઢમાં (Junagadh) વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. તેમજ જૂનાગઢમાં જંગી સભાને સંબોધશે. તેમજ રાજકોટ ખાતે રોડ શો યોજશે.બીજી તરફ 20 ઓક્ટોબરે વડાપ્રધાન સવારે 9:45 કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફના મુદ્દે રાજકોટમાં વડાપ્રધાન રોડ શો યોજશે.
20 ઓક્ટોબરનો કાર્યક્રમ
20 ઓક્ટોબરે વડાપ્રધાનનો સ્પેશિલ પ્રોગ્રામ પેમાં સવારે 9:45 કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે. અને બપોરે 12 કલાકે વડાપ્રધાન કેવડિયામાં 10 મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 3: 45 કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે.
તાપી, સુરત અને નર્મદામાં અનેક પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું PMના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે .પાણી પુરવઠા અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના હજારો કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી જનતાની સુખાકારી વધશે. આ સાથે PM મોદીના હસ્તે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનેજોડતા માર્ગના પ્રથમ તબક્કાની કામગીરી પણ શરૂ કરાશે. આ માર્ગથી પ્રવાસન ક્ષેત્રને આવનારા સમયમાં મોટો ફાયદો થશે.
આ પણ વાંચો: રાજકોટ : પીએમના કાર્યક્રમ સંદર્ભે રસ્તાઓ અને પાર્કિંગ અંગે બહાર પડાયું જાહેરનામું