ગુજરાતમધ્ય ગુજરાત

PM મોદીના હસ્તે પ્રારંભ થવા જઈ રહેલ ‘મિશન લાઈફ’ પ્રોજેક્ટ શું છે?

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયાના એકતાનગર ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરશે. ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. તે સાથે જ 120 દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહેવાના છે. જ્યાં પીએમ મોદી 05 જૂન 2022ના રોજ લૉન્ચ કરેલ મિશન લાઈફ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. ત્યારે આજે શરુ થવા જઈ રહેલ મિશન લાઈફ શુ છે તેમજ તેનો ઉદ્દેશ્ય શું છે તે જાણવુ ખૂબ જરુરી છે.

શું છે મિશન લાઈફ?

1લી નવેમ્બર 2021ના રોજ ગ્લાસગો ખાતે COP26 માં નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઈફનો (પર્યાવરણ માટેની જીવનશૈલી) નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં લાઈફનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. અને તે લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને ‘પ્રો–પ્લાનેટ પીપલ’ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. આથી પર્યાવરણને નુકસાન ન પહોચાડી પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. આ ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મિશન લાઈફનો ઉદ્દેશ્ય 

મિશન લાઈફ વર્ષ 2022- 2023થી વર્ષ 2027-2028ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-2028 સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦ ટકા પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.

 પર્યાવરણની જાડવણી ભારતનો લક્ષ્યાંક

આ પ્રોજેક્ટથી ભારત પર્યાવરણના જતન માટે કાર્યશિલ રહી તેને અનુરુપ પગલા લેવાની કામગીરીને પ્રોત્સાહન આપવા જઈ રહ્યુ છે જેમાં ભારત વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો કરી રહ્યુ છે, તેમજ સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો કરશે આ સાથે ઇથેનોલ સંમિશ્રણનુ ભારતનુ  લક્ષ્ય છે તે સાથે પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Back to top button