ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, રૂ.280 કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન

Text To Speech
  • PM Modi ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસના શપથ કાર્યક્રમમાં ભાગ લેશે
  • તાજેતરમાં જ સ્પેનના વડાપ્રધાન સાંચેઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબર ગુજરાતમાં જ રોકાવાના છે. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારપછી લગભગ 6 વાગ્યે વડાપ્રધાન મોદી 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસના શપથ કાર્યક્રમમાં ભાગ લેશે

વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આરંભમાં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ છે. 99માં કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભુતાનની ત્રણ સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે અને પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને પોલીસ કર્મચારીઓને એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડના સાક્ષી બનશે.

તાજેતરમાં જ સ્પેનના વડાપ્રધાન સાંચેઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્પેનના વડાપ્રધાન સાંચેઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા અને એરોસ્પેસને લગતી સુવિધાનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત: મહુડીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરનો હવન યોજાશે, જાણો તેનું શું છે મહત્ત્વ

Back to top button