વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
- મહેસાણામાં વિવિધ વિભાગોમાં રૂ.13,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે
- ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
- જળ સંસાધન વિભાગના રૂ.1200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં PM નરેન્દ્ર મોદી તરભ ગામ ખાતે સભા સંબોધન કરશે. તેમજ PM દ્વારા મહેસાણામાં વિવિધ વિભાગોમાં રૂ.13,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
રૂ.1700 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમજ આ પ્રોજેકટ થકી રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ થશે. તથા 2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જળ સંસાધન વિભાગના રૂ.1200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ છે. તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂ.1700 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
એરફોર્સ સ્ટેશન ડીસા ખાતે રનવેનું ઉદ્ઘાટન કરશે
એરફોર્સ સ્ટેશન ડીસા ખાતે રનવેનું ઉદ્ઘાટન કરશે. દેશના સંરક્ષણ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન ડીસા રનવે ધરાવે છે. અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે રનવે તૈયાર થયો છે. 12.45 કલાકે PM મોદી વાળીનાથ મંદિર પહોંચશે. તેમજ વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વાળીનાથ ધામમાં PM મોદી સંબોધન કરશે. નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ કાકરાપાર અણુ ઉર્જા મથકની PM મોદી મુલાકાત લેશે. તેમજ જલાલપોરમાં PM જનસભા સંબોધશે. ત્યારબાદ સુરતથી વારાણસી જવા માટે રવાના થશે.
અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત
PM મોદીના આગમનના પગલે શહેરમાં તડામાર તૈયારીઓ થઇ ગઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત છે. શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવાયા છે. એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર જોવા મળી રહ્યાં છે. સવારે 10:20 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ બપોરે 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. તથા 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. તેમજ 1:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તથા બપોરે 2:45 કલાકે PM અમદાવાદથી સુરત જવા રવાના થશે. તથા 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા છે. તેમજ સાંજે 6:15 કલાકે કાકરાપાર પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. અને સાંજે 7:35 વાગ્યે સુરતથી વારાણસી જવા રવાના થશે.