વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ આવશે માદરે વતન, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી
- PM મોદી 12 મેના રોજ આવશે ગુજરાતના પ્રવાસે
- રાજયમાં પ્રથમવાર યોજાશે રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન
- વડાપ્રધાન મોદી પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનને મુકશે ખુલ્લો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી મેના ના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. pM મોદીના હસ્તે ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનને ખુલ્લો મુકશે. તેમજ તેઓ અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ થાય તેવી સંભાવના જણાય રહી છે.
વડાપ્રધાન મોદી આવશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફરી એક વાર ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ વડાપ્રધાન મોદી આગામી તા 12મી મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે રાજયમાં પ્રથમ વખત રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન યોજાનાર છે. આ અધિવેશન આગામી 12મી મેના રોજ ગિફ્ટ સીટી ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે તેવી માહીતી મળી રહી છે.
રાષ્ટ્રીય કક્ષાના શિક્ષક અધિવેશનમાં આપશે હાજરી
મહત્વનું છે કે રાષ્ટ્રીય કક્ષાનુ શિક્ષક અધિવેશન પ્રથમવાર ગુજરાતમાં યોજવામાં આવી રહ્યુ છે.ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ સમગ્ર આયોજન કરવામા આવ્યું છે. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી શિક્ષકો સહીત અનેકવિધ શિક્ષણવિદો હાજરી આપશે. તેમજ આ અધિવેશનમાં અંદાજિત એક લાખ જેટલા શિક્ષકો હાજર રહે તેવી શક્યતા છે. શિક્ષકોના આ અધિવેશનમાં વડાપરધાન મોદી પ્રેરક ઉદબોધન કરશે અને શિક્ષકો સાથે વાતચીત પણ કરશે.
આ પણ વાંચો : 8 લાખથી પણ વધુ ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, તંત્રએ કરી છે ખાસ તૈયારી