Diwali 2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીનેશનલ

PM નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા, જવાનો સાથે ઉજવશે દિવાળી

  • દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૈનિકો સાથે સરહદ પર દિવાળીનો તહેવાર ઉજવશે
  • આ દરમિયાન સેનાના જવાનો સાથે થોડો સમય વિતાવશે અને તેમને મીઠાઈ પણ ખવડાવશે
  • આ પહેલા પીએમ મોદીએ કારગિલથી લઈને ભારત-ચીન બોર્ડર સુધી દિવાળીની ઉજવણી કરી છે

નવી દિલ્હી:  હંમેશની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા. એક્સ પર પર એક પોસ્ટમાં  તેમણે લખ્યું છે કે, તેઓ આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. પીએમ મોદી દર વર્ષે દેશની સરહદ રેખા અથવા વાસ્તવિક નિયંત્રણ રેખા પર જવાનોની વચ્ચે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદી સરહદ પર દેશના જવાનો સાથે દિવાળી ઉજવશે અને તેમની સાથે મીઠાઈ ખાશે.

દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, દેશના મારા પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વિશેષ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે. અગાઉ પીએમ મોદીએ લોકોને દિવાળીમાં લઈને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, આ દિવાળી ચાલો આપણે નમો એપ પર વોકલ ફોર લોકલ સાથે ભારતની ઉદ્યમશીલતા અને સર્જનાત્મક ભાવનાની ઉજવણી કરીએ. સ્થાનિક રીતે બનાવેલ ઉત્પાદનો ખરીદો અને પછી નમો એપ્લિકેશન પર ઉત્પાદન અથવા ઉત્પાદક સાથે સેલ્ફી શેર કરો. તમારા મિત્રો અને પરિવારને આ પહેલમાં જોડાવા અને હકારાત્મકતાની ભાવના ફેલાવવા માટે આમંત્રિત કરો.

 

પીએમ મોદીએ ક્યાં-ક્યાં ઉજવી દિવાળી?

વડાપ્રધાન પદ સંભાળ્યા બાદથી દર વર્ષે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરવા સૈનિકોની વચ્ચે પહોંચે છે. તેમણે 2014માં દિવાળીના અવસર પર સિયાચીન ગ્લેશિયર ખાતે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં પંજાબના અમૃતસરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી.

વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલના કિન્નૌરમાં સૈનિકો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી અને 2017માં જમ્મુ અને કાશ્મીરના ગુરેઝમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી વર્ષ 2018માં પીએમ મોદી ઉત્તરાખંડના કેદારનાથ પહોંચ્યા હતા. ભારત-ચીન સરહદ પાસેના હરસિલ ગામમાં આર્મી અને ITBPના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

2022માં કારગીલની પહાડીઓ પર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 2019માં જમ્મુ ડિવિઝનના રાજૌરીના સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાને વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરમાં દિવાળીની ઉજવણી કરી હતી. 2021માં પીએમ મોદીએ રાજૌરી જિલ્લાના નૌશહરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને 2022માં તેમણે કારગીલની પહાડીઓ પર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો, સોનીપતની સોસાયટીના સાતમા માળે આગ લાગી , 50થી વધુ લોકો ફસાયા

Back to top button