

- વાયબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આપશે હાજરી
- સાયન્સ સિટી બાદ PM મોદી બોડેલીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
- બોડેલીમાં વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ, બોડેલી અને વડોદરાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વાયબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અમદાવાદ સાયન્સ સિટી ખાતે હાજરી આપશે. તેમજ સાયન્સ સિટી બાદ PM મોદી બોડેલીમાં કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો: વરસાદને અંગે હવામાન વિભાગે અમદાવાદ માટે કરી આ આગાહી
બોડેલીમાં વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે
બોડેલીમાં વિવિધ યોજનાઓના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. બોડેલીમાં કાર્યક્રમ બાદ વડાપ્રધાનનો વડોદરામાં કાર્યક્રમ છે. 3 વાગ્યે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે. હજારો મહિલાઓ વડાપ્રધાન મોદીને આવકારશે. નવલખી મેદાનમાં જ PM મોદીનો રોડ-શો યોજાશે. PM મોદી રોડ-શો દરમિયાન મહિલાઓનું અભિવાદન જીલશે. નારી શક્તિ કાર્યક્રમમાં વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે. તથા કાર્યક્રમમાં આવનાર મહિલાઓ માટે 3000 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં એક લાખ મહિલાઓ આવે તેવો અંદાજ છે. આઠ તાલુકામાંથી મહિલા લાભાર્થીઓ આવશે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ રહેશે.
મહિલાઓને રાજકારણમાં અનામત આપનાર નરેન્દ્ર મોદીને હજારો મહિલાઓ આજે આવકારશે
મહિલાઓને રાજકારણમાં અનામત આપનાર નરેન્દ્ર મોદીને હજારો મહિલાઓ આજે આવકારશે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષના ઉજવણી કાર્યક્રમમાં સવારે 10 કલાકે સાયન્સ સીટી ખાતે ઉપસ્થિત રહેશે. સાયન્સ સીટી ખાતે આયોજિત કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી બોડેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 1 વાગે બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે. બોડેલી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી વડોદરા પહોંચશે. બપોરે ૩ વાગે વડોદરા ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપશે. વડોદરા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી બપોરે 4 વાગે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.