ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ના 107માં એપિસોડને કરશે સંબોધન

  • PM આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત કરશે શેર
  • વડાપ્રધાન આ વખતે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વિશે કરી શકે છે વાત

નવી દિલ્હી,26 નવેમ્બર : PM નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 107મા એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત શેર કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન આ વખતે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વિશે વાત કરી શકે છે. PM મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતને સંબોધન કરે છે. PM મોદી સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર “મન કી બાત” કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો શેર કરશે.

 

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો, વેબસાઈટ અને સમાચાર AIR મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે. મન કી બાત કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

છેલ્લા એપિસોડમાં લોકલ ફોર વોકલને કર્યું હતું પ્રમોટ

રેડિયો કાર્યક્રમ મન કી બાતના 106મા એપિસોડમાં વોકલ ફોર લોકલનો મંત્ર આપવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, “થોડા દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ માત્ર ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદે. મન કી બાતમાં વડાપ્રધાને દિવાળી પર સ્થાનિક સામાન ખરીદવાની અપીલ કરી હતી.” વધુમાં કહ્યું હતું કે, “દેશમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ 30 હજાર કરોડ રૂપિયાથી ઓછું હતું, હવે તે વધીને 1.25 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.”

આ દિવસે મન કી બાત કાર્યક્રમનું થયું હતું પ્રથમ પ્રસારણ

બહુચર્ચિત કાર્યક્રમ મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર, 2014ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે. આ એક માસિક રેડિયો પ્રોગ્રામ છે.

MPમાં વિકલાંગ લોકો ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળશે

આજે પ્રસારિત થનાર વડાપ્રધાનના આ કાર્યક્રમને મધ્યપ્રદેશમાં પાર્ટીના નેતાઓ, અધિકારીઓ, કાર્યકરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાંભળશે. ભાજપના રાજ્ય મીડિયા કેન્દ્રમાં નેતાઓ સાથે વિકલાંગ લોકો પણ “મન કી બાત” આજના કાર્યક્રમને સાંભળશે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ :અયોધ્યા : રામ મંદિરના ફ્લોરનું કામ શરૂ, સામે આવી તસવીરો

Back to top button