વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 બાદ 21 વાર વિદેશ યાત્રા કરી, કુલ ખર્ચ 22.67 કરોડ


કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જાણકારી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 બાદ 21 વાર વિદેશ યાત્રા કરી છે અને આ યાત્રાનો કુલ ખર્ચ 22.67 કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચો : BBC ડોક્યુમેન્ટ્રી : SCએ ત્રણ અઠવાડિયામાં કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધારને રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ 2019 બાદ અત્યાર સુધીમાં 8 વખત વિદેશ યાત્રા કરી છે અને જેનો ખર્ચ 6.24 કરોડ રૂપિયા થયો હતો. વિદેશમંત્રી એસ.જેશંકરે 2019 બાદ 86 વખત વિદેશ યાત્રા કરી હતી.
આ પણ વાંચો : ઈજાગ્રસ્ત ખેલાડીઓથી રોહિતનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટમાં શું હશે પ્લેઇંગ-11?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી 2019 વચ્ચેના કાર્યકાળ દરમિયાન 93 જેટલા વિદેશ પ્રવાસ કર્યા હતા. આ યાત્રાઓ પર 2021 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જ્યારે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કુલ 50 વિદેશ પ્રવાસ કર્યા હતા જેનો કુલ ખર્ચ 1350 કરોડ રૂપિયા થયો હતો.