કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષવીડિયો સ્ટોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ખાતે કર્યું સિંહ દર્શન, જુઓ વીડિયો અને તસવીરો

Text To Speech

સાસણ, 3 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે સવારે તેઓ સિંહ દર્શન કરવા માટે સાસણ પહોંચ્યા હતા. વહેલી સવારે ઉગતા સૂરજ સાથે તેઓ સાસણના જંગલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. તેમણે સિંહની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ખાતે પ્રવાસીઓને લઈ જતી ખુલ્લી જીપમાં જ સિંહ દર્શનનો લુપ્ત ઉઠાવ્યો હતો. હવે તેઓ ત્યાંથી વાઈલ્ડ લાઈફ અંગે યોજાનારી બેઠકમાં પહોંચશે અને ત્યાંથી તેઓ પરત દિલ્હી જવા રાજકોટ હીરાસર એરપોર્ટ આવી રવાના થશે.

આ પણ વાંચો :- શેરબજારમાં જોરદાર ઉછાળા સાથે શરૂઆત બાદ ગણતરીની મિનિટોમાં માર્કેટમાં કડાકો

Back to top button