નેશનલ

PM નરેન્દ્ર મોદીએ કુલ્લુના આંતરરાષ્ટ્રીય દશેરાની ઉજવણીમાં હાજરી આપી, લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ

Text To Speech

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય દશેરા ઉત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કુલ્લુ પહોંચતા જ વડાપ્રધાનમોદીનું ત્યાં હાજર લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે દેશના વડાપ્રધાન કુલ્લુ દશેરા ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

વડાપ્રધાને ટ્વીટ કરી વિજયાદશમીના અભિનંદન પાઠવ્યા

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે આ તહેવાર વિજયનું પ્રતિક છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, ‘વિજયના પ્રતીક વિજયાદશમી પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઉર્જા લાવે.’ દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં(AIIMS)નું ઉદ્ઘાટન કર્યું હતું
આ પહેલા વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ઓક્ટોબર 2017માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, અગાઉની સરકારો પરિયોજનાઓનો શિલાન્યાસ કરતી હતી અને ચૂંટણી પછી તેને પૂર્ણ કરવાનું ભૂલી જતી હતી, પરંતુ વર્તમાન સરકાર શિલાન્યાસ કરે છે અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરે છે.

AIIMS બિલાસપુર, રૂ. 1,470 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ અત્યાધુનિક હોસ્પિટલમાં 18 વિશેષતા અને 17 સુપર સ્પેશિયાલિટી વિભાગો, 18 મોડ્યુલર ઓપરેશન થિયેટરો, 64 ICU બેડ સાથે 750 પથારીનો સમાવેશ થાય છે.

આધુનિક સુવિધાઓ વાળી હોસ્પિટલ તૈયાર
આ હોસ્પિટલ 247 એકરમાં ફેલાયેલી છે. તે 24-કલાકની કટોકટી અને ડાયાલિસિસ સુવિધાઓ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ વગેરે જેવા આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર અને 30 પથારીવાળા આયુષ બ્લોકથી સારી રીતે સજ્જ છે. આ હોસ્પિટલે હિમાચલ પ્રદેશના આદિવાસી અને દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ હેલ્થ સેન્ટરની પણ સ્થાપના કરી છે. હોસ્પિટલ કાઝા, સલુની અને કીલોંગ જેવા દુર્ગમ આદિવાસી અને ઊંચાઈવાળા હિમાલયના પ્રદેશોમાં આરોગ્ય શિબિરો દ્વારા નિષ્ણાતો દ્વારા આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે.

આ પણ વાંચો:નરેન્દ્ર મોદી ગુજરાતની જે પહેલી ટ્રેનને લિલી ઝંડી આપશે તે વંદે ભારત ટ્રેનની શું છે વિશેષતા?

Back to top button