ગુજરાતટોપ ન્યૂઝનેશનલફોટો સ્ટોરીવર્લ્ડવીડિયો સ્ટોરી

દેશભક્તિ ગીત સંભળાવનારા બાળકની PMએ પીઠ થપથપાવી, PMની જર્મની મુલાકાત જુઓ તસવીરોમાં

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય યુરોપના પ્રવાસે છે. જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાત દરમિયાન તેઓ 25 જેટલી ઈવેન્ટ્સમાં હાજરી આપશે. આજે સવારે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ હોટલ એડલોન કેમ્પિન્સ્કી પહોંચ્યા હતા. હોટેલ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. અને જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ પ્રધાનમંત્રીને આવકારતા વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.લોકોમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યારે પીએમ હોટલ એડલાન કેમ્પિંસ્કી પહોંચ્યા તો કેટલાક ભારતીયોએ તેમને પગે લાગ્યા હતા. કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ભારતીય સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

બર્લિનના આઇકોનિક બ્રાન્ડેનબર્ગ ગેટ પર ભારતની વિવિધતામાં એકતાના દર્શન થયા

PM મોદીની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલ્ફ શોલ્ઝ સાથે મુલાકાત
યાત્રાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ આજે રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલ્ફ શોલ્ઝ સાથે મુલાકાત કરી મંત્રણાઓ કરી હતી. બંને નેતા છઠ્ઠા ભારત-જર્મની આંતર- સરકારી પરામર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરી. આ બેઠકમાં બંને દેશોના ઘણા મંત્રીઓ સામેલ થયા છે. ગત ડિસેમ્બર મહિનામાં સત્તામાં આવેલી નવી જર્મન સરકાર સાથે પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મંત્રણા થઈ છે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી અને ચાન્સેલર શોલ્ઝ એક વ્યાપારિક સંમેલનને પણ સંયુક્તરૂપે સંબોધિત કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ભારતીય સમુદાયની સાથે સંવાદ પણ કરશે. આ વાતચીત દરમિયાન પરસ્પર દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા ઉપરાંત અન્ય ક્ષેત્રે સહયોગ વધારવા પર વિચાર,વિમર્શ કરશે.

પ્રધાનમંત્રી મોદીએ આજે રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલ્ફ શોલ્ઝ સાથે મુલાકાત કરી

અનન્યા મિશ્રાએ કહ્યું, મારા આદર્શ તમે છો
હોટલ એડલોન કેમ્પિન્સ્કી ખાતે પીએમ મોદી ભારતીય મૂળના લોકોને મળ્યા હતા. ભારતીય સમૂદાય સાથેની મુલાકાત વખતે PM મોદી અનન્યા મિશ્રા નામની એક બાળકીને મળ્યા હતા. અનન્યાના હાથમાં પ્રધાનમંત્રી મોદીનું એક પેઇન્ટિંગ હતુ.પેન્ટિંગ જોઈને પીએમ મોદી ખુબ આનંદીત થયા હતા.બાળકીને પીએમએ પૂછ્યું કે, આ તસવીર બનાવવામાં તેને કેટલો સમય લાગ્યો તો બાળકીએ કહ્યું કે, લગભગ 1 કલાકનો સમય લાગ્યો. ત્યારબાદ પીએમ મોદીએ સવાલ કર્યો કે, આ તસવીર કેમ બનાવી તો બાળકીએ કહ્યું કે, તમે મારા આદર્શ છો. ત્યારબાદ પીએમ મોદીએ બાળકીને આશીર્વાદ આપ્યા અને બાળકીના પેન્ટિંગ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

બર્લિનમાં PM મોદી અનન્યા મિશ્રા નામની એક બાળકીને મળ્યા

‘ભારત મા, તેરે લિયે જિયેંગે તેરે લિયે મરેંગે’
આ પછી પ્રધાનમંત્રી એક બાળકને મળ્યા હતા. બાળકે પ્રધાનમંત્રીને એક દેશભક્તિ ગીત સંભળાવ્યું હતું. બાળકના ‘ભારત મા, તેરે લિયે જિયેંગે તેરે લિયે મરેંગે’ ગીત સાથે પ્રધાનમંત્રી મોદી તાલ મિલાવતા જોવા મળ્યા હતા. પીએમ ચપટી વગાડી રહ્યા હતા. ગીત પુરુ થયા પછી પીએમે બાળકની પ્રશંસા કરી અને દેશભક્તિ ગીત સંભળાવનારા બાળકની PMએ પીઠ પણ થપથપાવી હતી.

બર્લિનમાં PM મોદીને દેશભક્તિ ગીત સંભળાવતા બાળકનો જુઓ વીડિયો…

બર્લિન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી રવિવારે મોડી રાતે જર્મની માટે રવાના થયા હતા. પીએમ મોદી આ દરમિયાન ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત કરવાના છે.

Back to top button