વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ
- અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે
- ગાંધીનગરના લાભાર્થિઓ સાથે પીએમ ચર્ચા કરશે
- રૂપિયા 8 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 તારીખ બપોર બાદ ગુજરાત આવશે. જેમાં અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે.
આ પણ વાંચો: ગુજરાત: ખાદ્યતેલમાં થયો ભાવ વધારો, સામાન્ય માણસનું બજેટ ખોરવાશે
પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે
વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે. જેમાં વડાપ્રધાનનો રાત્રિ રોકાણ રાજ ભવન ખાતે રહેશે. રાત્રે રાજ ભવન ખાતે અલગ-અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરના રોજ વધુ એક કાર્યક્રમ નિશ્ચિત થયો છે. જેમાં પીએમ મોદી સુર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થિઓ સાથે ચર્ચા કરશે.
ગાંધીનગરના લાભાર્થિઓ સાથે પીએમ ચર્ચા કરશે
ગાંધીનગરના લાભાર્થિઓ સાથે પીએમ ચર્ચા કરશે. લાભાર્થિઓ સાથે ચર્ચા બાદ સવારે 10.30 કલાકે રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. બપોરે 1.45 કલાકે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાઓની શરૂઆત કરાવશે. તેમજ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મેટ્રોમાં મુસાફરી કરશે. તથા સાંજે ૩.૩૦ વાગે અમદાવાદમાં રૂપિયા 8 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. તથા પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ઓડીશા પ્રવાસે જશે.