ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ડેફ સ્પેસ લૉન્ચ કર્યું, જાણો શું થશે ફાયદો

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહાત્મા મંદિર ખાતે ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મિશન ડેફ સ્પેસનું લોન્ચ કર્યું હતું. PM મોદીએ મિશન ડેફ સ્પેસ વિશે જણાવ્યું હતું કે આપણા ડિફેન્સ ફોર્સિસને ઇનોવેટિવ સોલ્યુશન્સ શોધવાની જરૂર છે કે જેથી સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ન રહે અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ન રહે. વડાપ્રધાને જણાવ્યું કે આ આપણું મિશન પણ છે અને વિઝન પણ.

 

આ પણ વાંચો: સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

આઇડેક્સ સંરક્ષણમાં નવીનતા લાવવામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું

ઉલ્લેખનીય છે કે PMના આત્મનિર્ભરતાના સંકલ્પને કારણે સંરક્ષણ આત્મનિર્ભરતા તરફ પણ ભારતની નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને સંરક્ષણ ઉત્પાદન માટે ટેક્નોલૉજીથી સજ્જ મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે. આઇડેક્સ સંરક્ષણમાં નવીનતા લાવવામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે.

આ પણ વાંચો: લાખો રૂપિયાનો પગાર ઘરાવતા અધિકારીએ રૂ.200ની લાંચ માગતા ACBના સકંજામાં ઝડપાયો

અવકાશમાં ટેકનોલોજીનો વિકાસ પ્રોત્સાહિત થશે

અવકાશ એ યુદ્ધ માટેની અંતિમ સીમા છે અને રાષ્ટ્રીય સંરક્ષણની આગામી પેઢી માટે એક મહત્વનું પરિબળ છે. મિશન ડેફ સ્પેસનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ અને યુવા સાહસિકોના માધ્યમથી સંરક્ષણ એપ્લિકેશનો દ્વારા અવકાશમાં ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે કે જે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી ભારતના સર્વાંગી વિકાસમાં ઝડપ લાવવામાં પણ મદદ કરશે.

Back to top button