PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. જ્યાં દક્ષિણ ગુજરાતના લોકોને કરોડ રૂપિયાની ભેટ આપશે. વડાપ્રધાનશ્રી બપોરે 12 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકાસકાર્યોનુ લોકાર્પણ કરશે. જ્યાં સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (Petrochemicals) દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સાથે જ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
કેવડિયામાં મિશન લાઇફ પ્રોજક્ટનો કરાવશે પ્રારંભ
વડાપ્રધાન મોદી કેવડિયાની મુલાકાતે જશે. જ્યાં તેઓ મિશન લાઇફ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. તેમજ આ પ્રસંગેના કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહેવાના છે. તેમની સાથે કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા કરશે જે બાદ વડાપ્રધાન મોદી કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ડેફ સ્પેસ લૉન્ચ કર્યું, જાણો શું થશે ફાયદો