ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં, આજથી 3 દિવસ પ્રચાર સાથે વિકાસના કાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રવિવારે પીએમ મોદી વડોદરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે, તો સોમવારે બનાસકાંઠાના થરાદ અને અમદાવાદમાં તેમજ મંગળવારે મહીસાગરના માલગઢ, પંચમહાલના જાંબુઘોડામાં અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપશે.આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. અને એજ દિવસે બનાસકાંઠા જિલ્લાના થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે.
30મી ઓક્ટોબરના કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર પીએમ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે C-295 MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જે બાદ લેપ્રસી ગ્રાઉન્ડમાં PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે.
31મીએ પીએમનો કાર્યક્રમ
બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહશે. ત્યારબાદ પીએમ મોદી બનાસકાંઠાના થરાદ ખાતેથી રૂપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે.
1લી નવેમ્બરનો કાર્યક્રમ
વડાપ્રધાન 1લી નવેમ્બરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે. આમ, વડાપ્રધાનશ્રીનો આ ત્રિ-દિવસીય પ્રવાસ ગુજરાત માટે મહત્વનો બની રહેશે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે લાગુ કરેલ ‘યુનિફોર્મ સિવિલ કોડ’ આખરે છે શું ? જાણો વિગતવાર રીતે