વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. મીટિંગમાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પુતિન પણ હાજર છે. હવેથી ટૂંક સમયમાં મીટિંગનો દોર પણ શરૂ થશે. બેઠકમાં આતંકવાદ, પર્યાવરણ અને સુરક્ષા જેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
શાંઘાઈ સહયોગ સંગઠનને શું છે?:
શાંઘાઈ સહયોગ સંગઠનને મોટા ભાગે તેના ટૂંકા નામ SCO(The Shanghai Cooperation Organisation)થી ઓળખવામાં આવે છે. આ સંગઠન એક કાયમી આંતરસરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જેની સ્થાપના 15, જૂન 2001ના રોજ ચીનના શાંઘાઈમાં કરવામાં આવી હતી. એસસીઓની ઑફિશિયલ વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે ચીન, રશિયા, ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન આ પાંચ દેશોએ મળીને શાંઘાઈ સહયોગ સંગઠનની રચના કરી હતી. 2003માં સેન્ટ પિટર્સબર્ગ ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનના વડાઓની મળેલી બેઠકમાં તેના ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવી હતી. હાલ આ સંગઠનના કુલ 8 સભ્યો છે. જેમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગીસ્તાનનો સમાવેશ થાય છે.
સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહી છે:
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહી છે. ભૌતિક સમિટ બે વર્ષ પછી યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના મોટા નેતાઓ હાજરી આપી રહ્યા છે.આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
બે વર્ષ બાદ મિટીંગ યોજાશે:
બે વર્ષ પછી, SCOની ભૌતિક શિખર સંમેલન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહી છે. કોરોના રોગચાળાને કારણે ભૌતિક શિખર સંમેલન થઈ શક્યું નથીઆ વખતે SCO સમિટ એટલા માટે પણ ખાસ છે કારણ કે કોવિડના યુગ પછી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ વખત તેમના દેશની બહાર આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લઈ રહ્યા છેબીજું કારણ એ છે કે યુક્રેન યુદ્ધ પછી આ પહેલો પ્રસંગ હશે જ્યારે પુતિન અને જિનપિંગની મુલાકાત થશે.