આજ રોજ મધ્યપ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે આ બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
Madhya Pradesh plays a very significant role in the making of a developed India. From devotion & spiritualism to tourism and from agriculture to education & skill development, MP ajab bhi hai, ghazab bhi aur sajag bhi hai: PM at Invest Madhya Pradesh – Global Investors Summit pic.twitter.com/neVZm09wnL
— ANI (@ANI) January 11, 2023
આ વીડિયો કોન્ફરન્સિંગમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતુ કે, મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત ‘અમૃત કાળ’ માં પ્રવેશી ચૂક્યું છે. આપણે ‘વિકસીત ભારત’ના નિર્માણના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. વિકસીત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. વિકસીત ભારતનો અર્થ સમજાવતી વખતે, પીએમે કહ્યું હતું કે, આપણે તેનો ઉલ્લેખ જયારે પણ કરીએ ત્યારે તે માત્ર દેશવાસીઓની ‘આકાંક્ષા’ જ નહીં પરંતુ તેમના ‘સંકલ્પ’નો પણ ઉલ્લેખ કરે છે. આસ્થા-અધ્યાત્મથી લઈને પર્યટન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી મધ્યપ્રદેશ અજબ, ગજબ અને સહજ પણ છે.
This summit is taking place in MP at a time when India's Azadi ka Amrit Kaal has begun. Together, all of us are working for making a developed India. When we talk of a developed India, it's not just our aspiration but the resolution of every Indian: PM at Global Investors Summit pic.twitter.com/pe26dwswpO
— ANI (@ANI) January 11, 2023
તેમજ કહ્યુ હતું કે, સ્થિર સરકાર, નિર્ણાયક સરકાર અને સાચા ઈરાદા સાથે ચાલતી સરકાર ‘વિકાસ’ને અભૂતપૂર્વ ગતિ આપે છે. તે દેશ માટે દરેક મહત્વપૂર્ણ નિર્ણય લેવા સક્ષમ છે. છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે ઝડપ અને સ્કેલમાં સતત વિકાસમાં વધારો કર્યો છે. 8 વર્ષમાં અમે નેશનલ હાઈવેના નિર્માણની ગતિ બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. પીએમએ વધુમાં કહ્યું કે, ભારતની પોર્ટ હેન્ડલિંગ ક્ષમતા અને પોર્ટ ટર્નઅરાઉન્ડની પણ આવકમાં વધારો થયો છે.
Come and invest in Madhya Pradesh! My remarks at the Global Investors' Summit being held in Indore. https://t.co/BLbKGUoZmZ
— Narendra Modi (@narendramodi) January 11, 2023
5G પર પણ PMએ વાત કરતા કહ્યું હતું કે, ભારત દરેક ગામડામાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સેવા પૂરું પાડી રહ્યું છે. 5G નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે. દરેક ઉદ્યોગ અને ઉપભોક્તા માટે 5Gથી લઈને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને AI સુધી જે પણ નવી તકો ઊભી થઈ રહી છે, તે ભારતમાં વિકાસની ગતિને વધુ વેગીલી બનાવશે.