ટોપ ન્યૂઝનેશનલ

કોરોનાના કહેરને લઈને સરકાર અલર્ટ, PM મોદી કરશે આજે સમીક્ષા બેઠક

Text To Speech

ચીન, અમેરિકા અને જાપાન સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી.

pm modi
pm modi

કોરોના ફરી એકવાર બેકાબુ બન્યો છે. ત્યારે ચીનથી લઈને જાપાન અને અમેરિકા સુધી કોરોનાના કેસમાં ઝડપથી વધારો સામે આવ્યો છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે ગતરોજને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે રોગચાળાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો.

health minister-hum dekhenge news
health minister

આ પણ વાંચો: ભારતમાં અત્યાર સુધીમાં BF-7 વેરિઅન્ટના 4 કેસ, વિદેશથી આવતા લોકોના રેન્ડમ સેમ્પલિંગ

જે બાદ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​કોરોનાની સ્થિતિને જોતા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જે બેઠક આજે બપોરે મળશે. આ બેઠકમાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહશે. અને વધી રહેલા કોરોનાના કેસો પર સાવચેતી અને સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે.

Back to top button