વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી
- PM મોદીએ વારાણસીમાં કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધા અને દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી
વારાણસી(કાશી), 14-મે: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની સોમવારે પૂર્ણાહુતિની સાથે જ બાકીના ત્રણ તબક્કા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કાલ ભૈરવ મંદિરની મુલાકાત લીધા બાદ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સમયે PM મોદીની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ સોમવારે મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી 6 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. સમગ્ર રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ત્યારે આજે પીએમ મોદીના નોમિનેશનની સાથે અન્ય અનેક રાજકીય ઘટનાક્રમ પણ જોવા મળશે.
#WATCH वाराणसी,उत्तर प्रदेश: प्रधानमंत्री नरेंद्र मोदी ने वाराणसी लोकसभा सीट से #LokSabhaElections2024 के लिए अपना नामांकन दाखिल किया। इस दौरान उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद रहे।
प्रधानमंत्री मोदी वाराणसी से मौजूदा सांसद और उम्मीदवार हैं। pic.twitter.com/eG8nOes5dJ
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
PM મોદીના નોમિનેશનમાં NDAએ કર્યું શક્તિ પ્રદર્શન
પીએમ મોદીના નામાંકનમાં એનડીએ પોતાની તાકાત બતાવી હતી. NDA શાસિત રાજ્યોના 11 મુખ્યમંત્રીઓ અને મોદી કેબિનેટના 18 મંત્રીઓ હાલમાં કાશીમાં હાજર છે. સાથી પક્ષોમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી પણ પીએમના નોમિનેશનમાં ભાગ લેવા વારાણસી પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદીએ દશાશ્વમેધ ઘાટ પર પૂજા
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी आज अपना नामांकन दाखिल करने से पहले वाराणसी के दशाश्वमेध घाट पर गंगा आरती में शामिल होंगे। प्रधानमंत्री मोदी यहां क्रूज जहाज पर भी सवार होंगे।
प्रधानमंत्री मोदी वाराणसी से मौजूदा सांसद और उम्मीदवार हैं। कांग्रेस ने यूपी पार्टी प्रमुख अजय राय को… pic.twitter.com/bKbTuJOtdn
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉમેદવારી નોંધાવતા પહેલા દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવવા માટે DM ઓફિસ પહોંચ્યા હતા.
આ પણ જુઓ: શ્રીનગરમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 36.58 ટકા મતદાન નોંધાયું, દાયકાઓનું સૌથી વધુ!