બ્રુનેઈ પહોંચ્યા પીએમ મોદી, ક્રાઉન પ્રિંસ હાજી અલ મુહતાજીએ ઉષ્માભેર સ્વાગત કર્યું
નવી દિલ્હી – 3 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રુનેઈ પહોંચ્યા હતા. ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહ દ્વારા એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ ભારતીય પીએમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi arrives at a hotel in Brunei’s capital Bandar Seri Begawan where he is staying during his visit. Members of the Indian diaspora welcome him here.
(Video: ANI/DD) pic.twitter.com/Iyb3LPbNhX
— ANI (@ANI) September 3, 2024
એનઆરઆઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું
પીએમ મોદી બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન પહોંચ્યા. તેઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં બિનનિવાસી ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હોટલની બહાર હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
પીએમ મોદી મંગળવારે સવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. મુલાકાત માટે જતા પહેલા, તેમણે બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક માટેના તેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો તરીકે ગણાવ્યા અને કહ્યું કે તેમની આ મુલાકાત બંને દેશો તેમજ મોટા આસિયાન ક્ષેત્ર સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, અમે અમારા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી અમારા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય. પીએમ મોદી 4 સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે. તેમણે કહ્યું, હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને નિવૃત્ત વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગને મળવાની તકની રાહ જોઈ રહ્યો છું.
આ પણ વાંચો : ક્રિકેટમાં લખાયો નવો ઇતિહાસઃ બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના જ ઘરમાં પછાડ્યું