નેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ દ્વારા મનકી બાતનો 105મો એપિસોડ સંબોધિત કર્યો

Text To Speech
  • મહિલા આરક્ષણ બિલ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી
  • G-20ના આયોજને ભારતીયોની ખુશીને બમણી કરી દીધી
  • 26 સપ્ટેમ્બરે G-20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ દ્વારા મનકી બાતનો 105મો એપિસોડ સંબોધિત કર્યો છે. મનકી બાતમા સંબોધન કરતા પીએમ મોદીએ સૌ પ્રથમ ચંદ્રયાન-3 અને G-20નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ કે ચંદ્રયાન-3 અને G-20 લઈને અનેક પત્રો મળ્યા છે. G-20ના આયોજને ભારતીયોની ખુશીને બમણી કરી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાત: પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો 

 

ચંદ્રયાન -3ની સફળતા પર ક્વિઝ કોમ્પિટિશન થાય છે

ચંદ્રયાન -3ની સફળતા પર ક્વિઝ કોમ્પિટિશન થાય છે. તમામ લોકોએ કોમ્પિટિશનમાં ભાગ લે છે. G-20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 26 સપ્ટેમ્બરે G-20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમ થશે. તેમજ 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ છે. પર્યટનને લઈ ભારત તરફ આકર્ષણ વધ્યું છે. પર્યટન સાથે રોજગારી જોડાયેલી છે. G-20ના પ્રતિનિધિ સારા અનુભવ લઈને ગયા છે. ઈન્ડિયા – મિડિલ ઈસ્ટ યુરોપ કોરિડોર બનશે. સિલ્ક રૂટની જેમ હવે ઈકોનોમિક કોરિડોર બનશે. દેશમાં શિક્ષાને સેવાના રૂપમાં જોવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હોટલો-રેસ્ટોરેન્ટના નાસ્તા ખાવા લાયક નથી, જાણો કેમ 

 

બાળકોને પુસ્તક વાચવા માટે પ્રેરિત કરવા જોઈએ

ભારતીય સંગીત, સંસ્કૃતી હવે ગ્લોબલ થઈ ચૂકી છે. પુસ્તકો આપણા જીવનમાં મિત્રની ભૂમિકા ભજવે છે. બાળકોને પુસ્તક વાચવા માટે પ્રેરિત કરવા જોઈએ. આજનો સમય ડિજિટલ ટેક્નોલોજી, ઈ – બુકનો છે. દેશમાં સિંહ, વાઘ, દિપડા અને હાથીઓની સંખ્યા વધી છે. તેમજ ચંદ્રયાન 3 ની સફળતાને લઇને જણાવતા કહ્યું કે હવે તો ચંદ્રયાન-3ની સફળતા પર ક્વિઝ કોમ્પિટીશન થાય છે. જેમાં તમામ લોકો કોમ્પિટીશનમાં ભાગ લે તેવી અપીલ કરી હતી.

Back to top button