ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો નવો નારો : ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’, આદિવાસીઓ મારા માટે સૌભાગ્યશાળી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આજે રવિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે છે, ત્યારે તેઓ વલસાડ પહોંચ્યા છે. તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. તેઓ કપરાડાના નાનાપોંઢામાં જંગી જનસભા સંબોધી રહ્યા છે. જેમાં તેમને ગુજરાત ચૂંટણીનું નવુ સૂત્ર આપ્યું છે, ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’.
મારા માટે તો, 'A' ફોર આદિવાસી
મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત pic.twitter.com/tjuCVjtyKh
— BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022
આ પણ વાંચો : શું લિંબાયત બેઠક પર સંગીતા પાટીલનું જોર ઘટી રહ્યું છે ?
આ સાથે આદિવાસીઓની વચ્ચે સભા સંબોધતા મોદીએ કહ્યું કે, , ધરમપુર ભૂતકાળના અનેક કામને લઇને ઓળખાય છે. મારા માટે તો, ‘A’ ફોર આદિવાસી. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે. ગુજરાતના લોકોએ આદેશ કર્યો દિલ્હી જવાનો અને હું દિલ્હી જઈને તમારી પાસે શીખ્યો છું, તેને લઇને દેશની સેવા કરું છું. ગુજરાતે વિકાસના માપદંડમાં અનેક રેકોડ બનાવ્યા છે. વાર-તહેવારે હુલ્લડ થાય તેવા દિવસો દૂર કરી ગુજરાતને આગળ પહોંચાડ્યું છે.
આ વખતે મારે મારાં બધા જ રેકોર્ડ તોડવા છે.
નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી #ભાજપ_સાથે_અડીખમ_ગુજરાત pic.twitter.com/T35cLZsI5P
— BJP Gujarat (@BJP4Gujarat) November 6, 2022
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કરતાં જણાવ્યું કે, આ વખતે મારે મારાં બધા જ રેકોર્ડ તોડવા છે. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઇએ, તેના માટે મારે કામ કરવું છે. આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના વ્હાલા ભાઈ-બહેનો લડે છે. ખભેથી ખભો મિલાવી અને સાથે રહીને સંપૂર્ણ ગુજરાત અને સમાજનો વિકાસ કરવાનો અવસર આવ્યો છે. રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના વિકાસની ભાવના સાથે જ આપણે સતત કામ કરતાં આવ્યા છીએ. દરેક ગુજરાતી આત્મવિશ્વાસથી ભરેલો છે, એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, અંતરમનનો અવાજ બોલે છે, પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નીકળે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે.
આ પણ વાંચો : રાજકીય રવિવાર : આજે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM ના નેતાઓનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર
ચૂંટણી જાહેર થયા પછી પહેલાં ગુજરાત પ્રવાસ સમયે મોદીએ કહ્યું કે, પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરી, લોહી-પરસેવો એક કરીને ગુજરાત બનાવ્યું છે. એક જમાનો હતો, આપણે ડૉક્ટર માટે વલખાં મારતા હતા, આજે આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલો અને મેડિકલ કોલેજો બની ગઈ છે. પહેલાં તો એક ટાંકી બનાવે તો મહિના સુધી ઢોલ વગાડતા અને હેન્ડપંપ લગાવે તો ગામ પેંડા વહેંચે તેવી દશા હતી. આજે એસ્ટોલ જેવી યોજનાના કારણે 200 માળ જેટલું ઊંચે પાણી ચઢાવીને મારા આદિવાસી ગામોમાં પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યાં છીએ.