ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન, ચારેય ભાઈઓ થયા ભાવુક, જુઓ વીડિયો

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થયા છે. આ સમયે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના ચારેય ભાઈઓની હાજરીમાં મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. આ સમયે સ્મશાનમાં માત્ર પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ પણ હાજર રહ્યા ન હતા.

આ પહેલાં વડાપ્રધાન મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા. હિરાબાની સ્મશાન યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હતા. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.

મોદી પરિવારે સૌને કરી અપીલ

હીરા બાના પરિવારે સૌને ભાવભરી અપીલ કરી હતી. તેમના પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા બદલ અમે દરેકનો વ્યક્તિનો આભાર માનીએ છીએ. અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો તે જ હિરા બાને સાચી શ્રદ્ધાંજલિ હશે.

આ પણ વાંચો : જ્યારે વિદેશમાં માતાના સંઘર્ષને યાદ કરી રડી પડ્યા હતા વડાપ્રધાન મોદી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર પીએમ મોદી ગાંધીનગર તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન માતાના આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા પર ચરણસ્પર્શ કરી ભેટમાં શાલ આપી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સાથે માત્ર બે જ વખત સ્ટેજ પર જોવા મળ્યા હીરાબા, જાણો ક્યારે બની હતી આ ઘટના

Back to top button