ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવિશેષવીડિયો સ્ટોરી

વડાપ્રધાન મોદીની ધ્યાન-સાધનાઃ જૂઓ વીડિયો

કન્યાકુમારી, 31 મે, 2024: લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે આવતીકાલે શનિવારે મતદાન થશે. આવતીકાલે પહેલી જૂને 57 બેઠકો માટે મતદાન થશે. છેલ્લા તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે ગુરુવારે સાંજે પૂર્ણ થયો હતો. લગભગ બે મહિના ચાલેલા આ ચૂંટણી અભિયાન દરમિયાન તમામ પક્ષના નેતાઓએ ભારે મહેનત કરી છે. તીવ્ર ગરમી વચ્ચે નેતાઓએ જાહેરસભાઓ, રેલી અને રોડ-શો દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પક્ષ ભાજપને ત્રીજી વખત જીતાડવા માટે મહેનત કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચારના અંત પછી કેટલાક રાજકીય આગેવાનોએ આરામ કરવાનું પસંદ કર્યું છે તો કેટલાક, ખાસ કરીને જ્યાં પહેલી જૂને મતદાન થવાનું છે ત્યાંના નેતાઓ હજુ મતદાન માટે છેલ્લી ઘડીની વ્યૂહરચનાઓ ઘડવામાં વ્યસ્ત છે. આ જ ક્રમમાં વડાપ્રધાન મોદીએ તેમની વર્ષો જૂની પરંપરા મુજબ ધ્યાન-સાધના કરવાનું પસંદ કર્યું છે.

નરેન્દ્ર મોદી છેક 2014થી આ પ્રમાણે ચૂંટણી પ્રચારના અંત પછી કોઈ એક એકાંત જગ્યાએ પહોંચી જાય છે અને ધ્યાન તથા પૂજાપાઠ દ્વારા માનસિક શાંતિ મેળવે છે. 2014ની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન પૂર્ણ થયા પછી નરેન્દ્ર મોદી છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢ પહોંચ્યા હતા. ભારતવર્ષ માટે આ કિલ્લાનું અતિ વિશેષ મહત્ત્વ છે કેમ કે એ સ્થળે જ શિવાજી મહારાજે હિન્દુસ્થાનના તે સમયના સૌથી મોટા અપરાધી અફઝલ ખાનના આતંકથી કાયમી છૂટકારો અપાવ્યો હતો. ત્યારબાદ 2019ની ચૂંટણી પ્રચારના અંતે વડાપ્રધાન મોદીએ કેદારનાથની ઐતિહાસિક ગુફામાં ધ્યાન ધર્યું હતું. અને આ વખતે 2024ની ચૂંટણીનો પ્રચાર ગઈકાલે ગુરુવારે પૂરો થયા પછી વડાપ્રધાન કન્યાકુમારી પહોંચ્યા હતા જ્યાં વિવેકાનંદ ખડક ઉપર તેમણે ધ્યાન-સાધના શરૂ કરી છે. તેમની આ ધ્યાન-સાધના આવતીકાલે પહેલી જૂને સાંજ સુધી ચાલશે.

અહીં જૂઓ ધ્યાન-સાધના અને પૂજાવિધિના વિવિધ વીડિયોઃ

Back to top button