ગૂગલ પ્લે અને યુપીઆઈ સર્વિસ થઈ ઠપ, યુઝર્સ પરેશાન


નવી દિલ્હી, તા. 2 એપ્રિલ, 2025: ગૂગલ પ્લે અને યુપીઆઈ સર્વિસ ઠપ થઈ છે. જેના કરાણે યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે. લોકો ટ્રાન્ઝેકશન કરી શકતા નહોતા, જેને લઈ તેમણે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટના કિસ્સામાં યુપીઆઈ લોકપ્રિય છે. યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા વાર્ષિક ધોરણે 42% વધીને 93.23 અબજ થવાની ધારણા છે. એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. વર્લ્ડલાઈનના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ’ અનુસાર, ત્રણ યુપીઆઈ પ્લેટફોર્મ ફોનપે, ગૂગલ પે અને પેટીએમ વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ પ્રભુત્વ જાળવી રાખ્યું. ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દ્રષ્ટિએ, આ ત્રણેય એપ્સનો હિસ્સો કુલ વ્યવહારોમાં 93 ટકા હતો. ટ્રાન્ઝેક્શન મૂલ્યની દ્રષ્ટિએ, આ હિસ્સો 92 ટકા હતો.
ભારતમાં યુપીઆઈ ઉપરાંત ડિજિટલ ચુકવણીમાં માધ્યોમાં ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, મોબાઈલ પેમેન્ટ અને નેટ બેન્કિંગનો સમાવેશ થાય છે. વર્લ્ડલાઈન ઈન્ડિયાના સીઈઓ રમેશ નરસિંહને જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહ્યું છે. આ યુપીઆઈના વ્યાપક સ્વીકાર, POS (પોઈન્ટ ઓફ સેલ) ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને મોબાઈલ વ્યવહારો માટે વધતી જતી રુચિ અને પસંદગીને કારણે છે.
આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોરે સંસદમાં ડીસા ફટાફડા ફેક્ટરી બ્લાસ્ટનો મુદ્દો ઉઠાવવા મંજૂરી આપવા અધ્યક્ષને પત્ર લખ્યો