વડાપ્રધાન મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, મને ગાળો બોલવાની હરિફાઈ લાગે છે
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે, જેના માટે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રચાર માટે ગુજરાતનાં પ્રવાસે છે, ત્યારે પંચમહાલનાં કાલોલ ખાતે એક સભા સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીને કોંગ્રેસના લોકો રાવણ અને હિટલર કહે છે, તે વાતને લઈને કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં આજે PM મોદીનો મેગા શો, જાણો- રોડ શોનો રૂટ
પ્રધાનમંત્રીશ્રીનું અપમાન એ દેશનું અપમાન છે.
કોંગ્રેસના નેતાઓથી લઈ કોંગ્રેસના પ્રમુખ સુધી સૌએ પ્રધાનમંત્રીશ્રીનું અપમાન કરવા અપશબ્દોનો સહારો લીધો…#गुजरात_बोले_भाजपा_फिरसे pic.twitter.com/DBx8U5qlzH
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
કોંગ્રેસમાં મને ગાળો બોલવાની હરિફાઈ લાગે છે : મોદી
વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે,”કોંગ્રેસમાં કોણ મને સૌથી વધુ ગાળો બોલી શકે તે માટે હરિફાઈ લાગે છે, કોંગ્રેસવાળા કોઈ મને હિટલર તો કોઈ મને રાવણ કહે છે,કારણ કે કોંગ્રેસને રામસેતુ પસંદ નથી તેથી જ તે લોકો મને રાવણ કહે છે અને આ મારું અપમાન નથી, આ તમારું અપમાન છે, કારણ કે જે મોદીને તમે બનાવ્યા છે, તે મોદીનું અપમાન થાય તો તમારૂ પણ અપમાન થાય છે. ગુજરાતે મને જે તાકાત આપી છે, જે ગુણ આપ્યા છે, તે ગુણ આ કોંગ્રેસનાં લોકોને પરેશાન કરી રહ્યાં છે.”
તમારી પાંચ આંગળી ઘીમાં છે તો એક આંગળીથી કમળનું બટન દબાવો : વડાપ્રધાન મોદી
બીજા તબક્કા માટે પ્રચાર કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,”આ મારુને તમારુ અપમાન કરતી કોંગ્રેસને વોટ આપવાને બદલે જો તમારી પાંચ આંગળી ઘીમાં છે તો એક આંગળીથી કમળનું બટન દબાવો અને તમારો અમૂલ્ય મત ભાજપને આપી તેને જંગી બહૂમતીથી જીતાડો.”